Market Update 27 Nov 2020

માર્કેટ ઓપનીંગ

યુએસ બજારમાં નરમાઈ પાછળ એશિયા નરમ

ગુરુવારે રાતે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ નરમ બંધ આવ્યો હતો. જેની પાછળ એશિયન બજારો નરમ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ડાઉ જોન્સ 174 પોઈન્ટ્સ ઘટી 29872ની સપાટીએ બંધ રહ્યો હતો. એશિયન બજારોમાં જાપાન, હોંગ કોંગ, કોરિયા, સિંગાપુર, તાઈવાનમાં સાધારણ નરમાઈ જોવા મળી રહી છે.

SGX  નિફ્ટી ગ્રીન ઝોનમાં

સિંગાપુર નિફ્ટી 18 પોઈન્ટ્સ સાથે 13064ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સ્થાનિક બજારમાં પોઝીટીવ ઓપનીંગનો સંકેત છે. નિફ્ટી 13050 આસપાસ ખૂલે તેવી શક્યતા છે. ગુરુવારે એક્સપાયરીના દિવસે ભારતીય બજારનું વોલ્યુમ 72 લાખ કરોડ જોવા મળ્યું હતું. જે સૂચવે છે કે બજારમાં હાલમાં પાર્ટિસિપેશન તેની ટોચ પર છે.

ક્રૂડમાં સુધારો અટક્યો

બ્રેન્ટ ક્રૂડ 49 ડોલર પર પહોંચીને સાધારણ પ્રોફિટ બુકિંગ પાછળ 47-48 ડોલરની રેંજમાં ટ્રેડ દર્શાવી રહ્યું છે. અંતિમ બે સપ્તાહમાં 25 ટકાના તીવ્ર ઉછાળા બાદ તેમાં કોન્સોલિડેશનની શક્યતા છે. જોકે ટ્રેન્ડ બુલીશ છે અને 55 ડોલરનું ટાર્ગેટ જોવા મળી શકે છે.

સોનું-ચાંદી નરમ, કોપર ગરમ

સોનું-ચાંદી નરમ અન્ડરટોન દર્શાવે છે. એમસીએક્સ ગોલ્ડે એક જ દિવસમાં રૂ. 50 હજાર અને રૂ. 49 હજારની સપાટી તોડી છે અને હાલમાં તે રૂ. 48400 આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. જો વેક્સિન માટે વધુ સારા અહેવાલો આવશે તો તે વધુ ઘટાડો દર્શાવી શકે છે. હાલમાં સોનુ ખરીદવા માટે કોઈ મજબૂત કારણો જોવા મળી રહ્યાં નથી. ચાંદી પણ રૂ. 60 હજાર પર ટકવામાં મુશ્કેલી અનુભવી રહી છે. જોકે કોપરમાં તીવ્ર તેજી જોવા મળી છે અને એમસીએક્સ ખાતે વાયદો રૂ. 570ની ટોચને પાર કરી ગયો છે.

મહત્વની હેડલાઈન્સ

  • ભારતીય પાવર લેન્ડર્સે કોલ પ્લાન્ટ માટે 1.15 અબજ ડોલરના કરાર કર્યાં છે.
  • ગ્રાહકોને રાહત મળે તે માટે સરકારે પામ ઓઈલ પરની આયાત જકાતમાં ઘટાડો કર્યો છે.
  • ડીબીએસની લક્ષ્મીવિલાસ બેંકની ખરીદી અગાઉ એલવીબીએ 4.5 કરોડ ડોલરનું બોન્ડ્સ મારફતે મેળવેલું ઋણ માંડવાળ કરવું પડશે.
  • દેશમાં 2020-21માં સોનાની માગ 35 ટકા ઘટી હોવાનું જણાવતી ઈકરા
  • ટીવીએસ ઓટો સોલ્યુશન્સ મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસની ખરીદી કરશે.
  • વૈશ્વિક ફંડ્સે ગુરુવારે રૂ. 2003 કરોડની ખરીદી કરી હતી.
  • સ્થાનિક ફંડ્સે ગુરુવારે 3400 કરોડની વેચવાલી કરી હતી.
  • ગુગલ ઈન્ડિયાની 2019-20ની આવક 35 ટકા વધી રૂ. 5594 કરોડ. નફો 24 ટકા વધ્યો.
  • બોમ્બે હાઈકોર્ટે લક્ષ્મી વિલાસ બેંકના ડીબીએસ સાથે મર્જર પર સ્ટેનો ઈન્કાર કર્યો છે.
  • જિલેટ ઈન્ડિયાને જીએસટી પ્રોફિટઅરીંગ માટે રૂ. 5.8 કરોડની ડિપોઝીટ માટે જણાવવામાં આવ્યું છે.
  • હાઈડ્રોપાવર પ્રોડ્યુસર એસજેવીએને કોલ પાવર પ્રોજેક્ટ માટે પાવર ફાઈનાન્સ અને આરઈસી સાથે લોન પેક્ટ સાઈન કર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage