Market Update 29 October 2020

વૈશ્વિક બજારો

કોરોના સંક્રમણે ફરીવાર માથું ઉચકતા યુએસ અને યુરોપના બજારો ગભરાટમાંથી પસાર થઈ રહ્યાં છે. યુએસ ખાતે ડાઉજોન્સે તેનો છેલ્લા ચાર મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો હતો. બેન્ચમાર્ક 3.43 ટકા અથવા 943 પોઈન્ટ્સ ઘટી 26520ના સ્તરે બંધ રહ્યો હતો. જર્મનીનું બજાર 4 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યું હતું. ફ્રાન્સ, યુકે સહિતના બજારો પણ 2 ટકાથી વધુ તૂટ્યાં હતાં.
સવારના ભાગે એશિયન બજારો પણ નરમ ખૂલે તે સ્વાભાવિક છે. કોરિયા અને હોંગ કોંગ 2 ટકા સુધીનો ઘટાડો દર્શાવે છે. જ્યારે ચીન અને અન્ય બજારો એક ટકા જેટલા ડાઉન ચાલી રહ્યાં છે.


એસજીએક્સ નિફ્ટી

એસજીએક્સ નિફ્ટી મુજબ ભારતીય બજાર 70 પોઈન્ટ્સ આજુબાજુના ઘટાડા સાથે ખૂલી શકે છે. એટલેકે નિફ્ટી 11700ના સ્તરની નીચે જ ખૂલશે અને 15 ઓક્ટોબરે તેણે દર્શાવેલા 11661ના તળિયાની નીચે જતો રહેશે. આ સ્થિતિમાં બજાર માટે મહત્વનો સપોર્ટ 11554નો રહેશે. જે 34-ડીએમએનું સ્તર છે. જે તૂટતાં બજાર વધ-ઘટે 11000 ભણી જતો જોવા મળી શકે. લોંગ પોઝીશનમાં સ્ટોપલોસનું ચુસ્ત પાલન કરવું અથવા પોઝીશન કોલ-પુટથી હેજ કરી લેવી.
ક્રૂડ
કોવિડ ગભરાટ પાછળ ક્રૂડના ભાવમાં પણ ઘટાડો જોવા મળે છે. બ્રેન્ટ લાંબા સમય બાદ 40 ડોલર પ્રતિ બેરલની સપાટી નીચે ટ્રેડ થઈ રહ્યું છે. જોકે ફેબ્રુઆરી-એપ્રિલ જેવી ગભરાટભરી વેચવાલી જોવા મળી નથી.

મહત્વની હેડલાઈન્સ

• એક્સિસ બેંક પ્રોફિટ ઝોનમાં પરત ફરી છે. એનઆઈઆઈમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. સાથે પ્રોવિઝન્સ પણ વધ્યાં છે. બેંકે રૂ. 1682 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 110 કરોડની ખોટ હતી.
• આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝે રૂ. 280 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 140 કરોડ હતો.
• લાર્સનની આવકમાં સતત બીજા ક્વાર્ટરમાં ઘટાડો નોંધાયો છે.
• એલએન્ડટીના સીએફઓના જણાવ્યા મુજબ હાલનો સમય અનિશ્ચિતતાથી ભરપૂર છે.
• બુધવારે એફઆઈઆઈએ 1100 કરોડથી વધુની વેચવાલી દર્શાવી હતી.
• ભારત સરકાર ઈ-કોમર્સ પોલિસી નિર્ધારણના આખરી તબક્કામાં છે.
• અજંતા ફાર્મા 3 નવેમ્બરે શેર બાયબેક અંગે વિચારણા કરશે.
• એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંકે બીજા ક્વાર્ટરમાં રૂ. 322 કરોડની આવક દર્શાવી છે. જે 87 ટકા વૃદ્ધિ સૂચવે છે.
• બ્લ્યૂસ્ટારની ચોખ્ખી આવક 60 ટકા ઘટાડો દર્શાવે છે.
• ડો. રેડ્ડીઝઃ કંપનીએ જણાવ્યું છે કે રશિયન વેક્સિન માટેની મંજૂરી માર્ચ સુધીમાં આવશે.
• હૂડકોએ જણાવ્યું છે કે માર્ચ-સપ્ટે. દરમિયાન 2630 કરોડ ડોલરની લોન મંજૂરી કરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage