Market Update 3 Dec 2020

માર્કેટ ઓપનીંગ

યુએસમાં મજબૂતી પાછળ એશિયામાં પોઝીટીવ ટ્રેડ

યુએસ ખાતે ડાઉ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 60 પોઈન્ટ્સના સુધારે 29884 પર બંધ આવ્યો હતો. જેની પાછળ એશિયન બજારો પણ સાધારણ સુધારા સાથે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. એકમાત્ર ચીન 0.5 ટકાના ઘટાડો દર્શાવે છે. જ્યારે સિંગાપુર સાધારણ નરમાઈ સૂચવે છે. હોંગ કોંગ, તાઈવાન, કોરિયા અને જાપાન ગ્રીન ટ્રેડ દર્શાવે છે.

SGX નિફ્ટી મજબૂત

સિંગાપુર નિફ્ટીમાં 30 પોઈન્ટ્સની મજબૂતી જોવા મળી રહી છે અને તે 13184 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર પણ મજબૂત સ્તર પર નવી ટોચ પર ખૂલે તેવી શક્યતા છે. બને તે આજે 13200નું સ્તર દર્શાવી દે. જો આ સ્તર પાર કરવામાં તે સફળ રહેશે તો એનાલિસ્ટ્સ 13500નું ટાર્ગેટ જોઈ રહ્યાં છે.

ક્રૂડમાં મજબૂતી

વૈશ્વિક બજારમાં ક્રૂડ ચારેક સત્રો સુધી નરમ રહ્યાં બાદ પુનઃ સુધારાતરફી બન્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 48 ડોલરની સપાટી પાર કરી ગયો છે. ક્રૂડમાં મજબૂતી એ વૈશ્વિક અર્થતંત્રમાં રિકવરીનો મહત્વનો સંકેત છે. બ્રેન્ટ ક્રૂડ 50 ડોલર અને 53 ડોલરના ટાર્ગેટ ધરાવે છે.

 

સોનુ-ચાંદી મજબૂત

ગોલ્ડ અને સિલ્વર પણ સતત બીજા દિવસે મજબૂત રહ્યાં હતાં. બુધવારે રાતે એમસીએક્સ ખાતે ગોલ્ડ 1.2 ટકા અથવા રૂ. 574ના સુધારે રૂ. 48849 પર બંધ રહ્યું હતુ. જ્યારે સિલ્વર 0.72 ટકા અથવા રૂ. 448ના સુધારે રૂ. 62366ના સ્તરે બંધ રહી હતી. ગોલ્ડમાં રૂ. 50000નો ટાર્ગેટ છે. જે પાર થતાં તે વધુ તેજી દર્શાવી શકે છે.

મહત્વની હેડલાઈન્સ

  • એપ્રિલ-નવેમ્બર દરમિયાન ભારતની આયાતમાં 34 ટકા અને નિકાસમાં 17 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે વેપાર ખાધ ઘટીને 9.96 અબજ ડોલર રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયનો ડેટા સૂચવે છે.
  • વેદાંતના કોપર સ્મેલ્ટરને હંગામી ધોરણે પુનઃ શરૂ કરવાનો કોર્ટે ઈન્કાર કર્યો છે.
  • બુધવારે વૈશ્વિક ફંડ્ઝે ભારતીય બજારમાં 3570 કરોડની નેટ ખરીદી કરી હતી.
  • સ્થાનિક ફંડ્ઝે બુધવારે 1640 કરોડની ચોખ્ખી વેચવાલી દર્શાવી હતી.
  • ડીએચએફએલ લેન્ડર્સે 14 ડિસેમ્બર સુધીમાં કંપનીની વિવિધ એસેટ્સ ખરીદવા ઈચ્છતી કંપનીઓ પાસે આખરી બીડ મંગાવવાનો નિર્ણય લીધો છે. અદાણી જૂથ અને પિરામલ જૂથ વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે.
  • ખેડૂતોના આંદોલનના સપોર્ટમાં ટ્રાન્સપોર્ટર્સે ઉત્તર ભારતમાં હડતાળની આપેલી ધમકી.
  • ભારતી ઈન્ફ્રાટેલમાં નેટલે ઈન્ફ્રાએ રૂ. 2880 કરોડમાં વધુ 4.94 ટકા હિસ્સો ખરીદ્યો છે.
  • એચડીએફસી લાઈફમાં સ્ટાન્ડર્ડ લાઈફ રૂ. 605-636.50ની પ્રાઈસ રેંજમાં 2.75 કરોડ શેર્સ ઓફર કરી રહી છે.

સનફાર્માએ જેનેરિક વેલબુટ્રિન એક્સએલ ડ્રગ માટે યુએસએફડીએની મંજૂરી મેળવી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage