Market Update 7 Dec 2020

માર્કટ ઓપનીંગ

યુએસ બજારમાં મજબૂતી છતાં નબળુ ઓપનીંગ

યુએસ બજાર શુક્રવારે મજબૂત બંધ આવ્યું હતું. જોકે તેમ છતાં એશિયન બજારો નરમાઈ દર્શાવી રહ્યાં છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 249 પોઈન્ટસ સુધરી 30218ની સર્વોચ્ચ સપાટી પર બંધ આવ્યો હતો. તેણે ઈતિહાસમાં બીજીવાર 30 હજારના સ્તર પર બંધ દર્શાવ્યું હતુ. જોકે એશિયન બજારો નરમાઈ સૂચવી રહ્યાં છે. હેંગ સેંગ 1.8 ટકા અથવા તો 480 પોઈન્ટસ નરમ ચાલી રહ્યો છે. જ્યારે કોરિયા, ચીન અને જાપાન બજારો પણ અડધા ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.

SGX નિફ્ટી નરમ

સિંગાપુર નિફ્ટી 62 પોઈન્ટ્સના ઘટાડે 13265 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ ભારતીય બજારમાં પણ નિફ્ટી 13260ની આસપાસ ઓપન થાય તેવી શક્યતા છે. જોકે અંતિમ સપ્તાહે માર્કેટમાં મોમેન્ટમ જોતાં તેમજ 13200ની સપાટી આસાનીથી પાર થતાં નિફ્ટી 13400-13500 સુધીની આગેકૂચ ચાલુ રાખે તેવી શક્યતા છે.

બ્રેન્ટ 49 ડોલરના સ્તરે

બ્રેન્ટ ક્રૂડ 49 ડોલરની સપાટી કૂદાવી હાલમાં તેની આસ-પાસ કોન્સોલિડેટ થાય છે. ક્રૂડ ચાલુ સપ્તાહે 50-53 ડોલરની સપાટી દર્શાવે તેવી શક્યતા છે. દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ બે વર્ષની ટોચ પર પહોંચ્યાં છે. જો ક્રૂડના ભાવ ઓર મજબૂત થશે તો રિટેલ ઈન્ફ્લેશનને લઈને ચિંતા વધશે.

મહત્વની હેડલાઈન્સ

  • 2020-21 માટે દેશની નાણાકિય ખાધ બજેટના અંદાજ કરતાં ઊંચી રહેશે એમ નાણાપ્રધાને જણાવ્યું છે.
  • તહેવારો છતાં ભારતની ગોલ્ડ આયાતમાં નવેમ્બરમાં વાર્ષિક ધોરણે 41 ટકાનો ઘટાડો. ગોલ્ડ આયાત 33.1 ટન રહી હતી.
  • લાંબા સમયગાળા બાદ 27 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું ફોરેક્સ રિઝર્વ 469 મિલિયન ડોલર ઘટી 574.8 અબજ ડોલર રહ્યું હતું.
  • શુક્રવારે વિદેશી ફંડ્સે ભારતીય બજારમાં કુલ 2970 કરોડની ખરીદી કરી હતી.
  • સ્થાનિક ફંડ્સે શુક્રવારે 1970 અબજ ડોલરની વેચવાલી નોંધાવી હતી.
  • વિદેશી ફંડ્સે શુક્રવારે ડેરિવેટિવ્સમાં 1890 કરોડની ખરીદી નોંધાવી હતી.
  • બેંક યુનિયનોએ ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કર્યો છે.
  • આઈઆરએફસીનો આઈપીઓ ચાલુ મહિને બજારમાં પ્રવશશે. પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશનાર તે જાહેર ક્ષેત્રની પ્રથમ એનબીએફસી હશે.
  • નીતિ આયોગના જણાવ્યા મુજબ ભારતીય અર્થતંત્ર 2021-22ના અંત સુધીમાં કોવિડ અગાઉના સ્તરે કામ કરતું થઈ જશે.
  • ઓક્ટોબરમાં ભારતીય કોર્પોરેટ્સે વિદેશ બજારોમાંથી ઊભા કરેલા ઋણમાં વાર્ષિક ધોરણે 41 ટકા ઘટાડો નોંધાયો હતો.
  • એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સને મેટાલાઝોન માટે યુએસએફડીએની મંજૂરી મળી ગઈ છે.
  • ફોર્સ મોટર્સના જણાવ્યા મુજબ નવેમ્બર મહિનામાં કંપનીએ 1426 યુનિટ્સનું ઉત્પાદન કર્યું હતું. જ્યારે સ્થાનિક વેચાણ 828 યુનિટ્સ અને 300 યુનિટ્સની નિકાસ કરી હતી.
  • એચએમટીએ જણાવ્યું છે કે તેના યુનિટે વોચ અને ક્લોક બનાવવા માટેનું ઈન્ડસ્ટ્રીઅલ લાયસન્સ મેળવ્યું છે.
  • આઈએલએન્ડએફએસ ટ્રાન્સપોર્ટેશને જણાવ્યું છે કે તેણે રૂ. 3910 કરોડ ઊભા કરવા માટે ક્યૂબ હાઈવેસ સાથે કરાર કર્યો છે.
  • લૌરસ લેબઃ કંપનીએ યુએસ એફડીએ તરફથી ડોલૂટેગ્રેવિર, એમ્ટ્રીસિટાબાઈન, ટેનોફોવિર અને એલાફેનામાઈડ ડ્રગ્સ માટે યુએસએફડીએની મંજૂરી મેળવી છે.
  • ઓએનસીજીની પેટાકંપની ઓએનસીજી વિદેશે કોલંબિયામાં કમર્સિયલ ઓઈલનો વધુ જથ્થો મેળવ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage