બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
માર્કેટ ઓપનીંગ
એશિયા ફરી રેડ-રેડ
એશિયન શેરબજારોમાં સુધારો ટકી શકતો નથી. સોમવારે પોઝીટીવ શરૂઆત બાદ આજે અગ્રણી એશિયન બજારો ફરી ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં હોંગ કોંગ 1.6 ટકા જેટલો ઊંચો ઘસારો દર્શાવે છે. એ સિવાય સિંગાપુર એક ટકો, જાપાન 0.8 ટકા, ચીન 0.5 ટકાનો ઘટાડો દર્શાવે છે. કોરિયા અને તાઈવાન પણ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. એશિયન બજારોમાં સતત ત્રીજો મહિનો દિશાહિન જોવા મળી રહ્યો છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 31 પોઈન્ટસ નરમાઈ સાથે 15880ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ સાધારણ નેગેટિવ ઓપનીંગ દર્શાવશે. ભારતીય બજાર દોઢ મહિનાથી રેંજમાં અથડાઈ રહ્યું છે. જેણે ટ્રેડર્સને અકળાવ્યાં છે. બજાર કોઈ એક બાજુ બ્રેકઆઉટ દર્શાવે તેની રાહ જોવાઈ રહી છે. જોકે શુક્રવાર બાદ સોમવારે સતત બીજા દિવસે મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં આઉટપર્ફોર્મન્સ જોવા મળ્યું હતું. જે સૂચવે છે કે લાર્જ-કેપ્સ સિવાય માર્કેટ નવી ટોચ દર્શાવી રહ્યું છે.
ક્રૂડમાં બીજા દિવસે નરમાઈ
સોમવારે વૈશ્વિક બજારોમાં ક્રૂડમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો 72.8 ડોલરન સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ઊંચા સ્તરે સપોર્ટ સાંપડી રહ્યો નથી અને તે ધીમે-ધીમે ઘસાઈ રહ્યું છે. જોકે ઝડપી ઘટાડા માટે તેણે 68-70 ડોલરની રેંજની નીચે જવું જરૂરી છે.
ગોલ્ડમાં રેંજ બાઉન્ડ ટ્રેડ
વૈશ્વિક ગોલ્ડ 1800-1820 ડોલરની રેંજમાં અથડાઈ રહ્યું છે. આજે સવારે તે 9 ડોલર નરમાઈ સાથે 1813 ડોલર પર જોવા મળે છે. કોમેક્સ સિલ્વર પણ એક ટકાના ઘટાડા સાથએ 25.35 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. ગોલ્ડ માટે 1800 અને સિલ્વર માટે 25 ડોલરના મહત્વના સાયકોલોજિકલ સપોર્ટ છે.
મહત્વની હેડલાઈન્સઃ
• જુલાઈ મહિના દરમિયાન દેશમીં ગુડ્ઝ એક્સપોર્ટ્સમાં વાર્ષિક ધોરણે 47.9 ટકા વૃદ્ધિ જોવા મળી.
• જૂન મહિનામાં સર્વિસ એક્સપોર્ટ્સ 19.7 અબજ ડોલર જોવા મળી. જ્યારે આયાત 11.1 અબજ ડોલર રહી.
• ઓપેકે ભારતની ઓઈલ જરૂરિયાત માટે મીડલ ઈસ્ટ દેશો પરની નિર્ભરતામાં ઘટાડો કર્યો છે.
• આઈઓસી કેટલાક પેટ્રોલ પંપ્સનું પેટ્રોનાસ સાથેના સંયુક્ત સાહસને વેચાણ કરી શકે છે.
• અદાણી પાવર ગોંધકરી માઈનના કોલ ઓક્શન માટે પસંદગીની બીડર બની.
• જાહેર ક્ષેત્રની બેંક્સના વેચાણની પ્રક્રિયા આગામી વર્ષે પાછી ઠેલવામાં આવી હોવાનું જણાવતાં વર્તુળો.
• 2 ઓગસ્ટ સુધી દેશમાં ચોમાસાનો સરેરાશ વરસાદ એક ટકો નીચે જોવા મળ્યો.
• વૈશ્વિક ફંડ્સે સોમવારે ભારતીય બજારમાં રૂ. 1540 કરોડની વેચવાલી દર્શાવી.
• સ્થાનિક ફંડ્સે સોમવારે રૂ. 1510 કરોડની ખરીદી કરી.
• વિદેશી રોકાણકારોએ સોમવારે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 5240 કરોડનું વેચાણ નોંધાવ્યું.
• માર્ચ 2021માં નેશનલ હાઈવે ઓથોરિટીનું બોરોઈંગ ઉછળીને રૂ. 3.06 લાખ કરોડે પહોંચ્યું.
Marlet Opening 3 August 2021
August 03, 2021