મીડ-ડે માર્કેટ
નિફ્ટી 13700ના નવા પડાવ પર
બેન્ચમાર્ક નિફ્ટી 13700ના સ્તરને પાર કરી ગયો છે. ગુરુવારે તેણે 13742ની ટોચ દર્શાવી હતી. નીચામાં તે 13674 પર ટ્રેડ થયો હતો અને બપોર બાદ 54 પોઈન્ટ્સના સુધારે 13674 પર ટ્રેડ કરી રહ્યો હતો. સેન્સેક્સ 182 પોઈન્ટ્સની મજબૂતીએ 46800ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ફાર્મા, ફાઈનાન્સિયલ સર્વિસિસ, બેંકિંગ, રિઅલ્ટીનો સપોર્ટ
માર્કેટને મુખ્ય સપોર્ટ ફાર્મા અને બેંકિંગ ક્ષેત્ર તરફથી મળી રહ્યો છે. બેંક નિફ્ટી 0.71 ટકાની મજબૂતી સાથે 30916 પર ટ્રેડ થઈ રહ્યો છે. બેન્ચમાર્ક 31000ને પાર કરશે તો 31500 સુધીનો સુધારો દર્શાવી શકે છે. નિફ્ટી ફાર્મા 1.05 ટકા મજબૂતી સાથે ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. બુધવારે 5.15 ટકા બાદ રિઅલ્ટી ઈન્ડેક્સ 1 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે. એફએમસીજીમાં 0.2 ટકાની નરમાઈ જોવા મળી રહી છે.
મીડ-કેપ્સમાં મજબૂતી
ઊંચા સ્તરે પણ મીડ-કેપ્સમાં ખરીદી જળવાય છે અને બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી રહી છે. કુલ 2966 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1669 પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 1122 કંપનીઓ અગાઉના બંધથી ઘટાડો સૂચવી રહ્યાં છે.
સેન્સેક્સના 19 કાઉન્ટર્સ પોઝીટીવ, 11 કાઉન્ટર્સ નરમ
બેન્ચમાર્કના 30માંથી 11 કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 19 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ નોંધાવે છે. જેમાં ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી, પાવરગ્રીડ અને બજાજ ફાઈનાન્સ એક ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં છે. એચયૂએલ, આઈટીસી, ઓએનજીસી અને મારુતિમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
એ જૂથના શેર્સમાં 16 ટકા સુધીનો ઉછાળો
બીએસઈ ખાતે એ જૂથના કેટલાક શેર્સમાં 16 ટકાથી વધુનો સુધારો જોવા મળી રહ્યો છે. જેમાં રાણે હોલ્ડિંગ 16.48 ટકા, આઈટીડી સિમેન્ટ 12.13 ટકા, હિંદકોપર 10.40 ટકા અને જ્યુબિલિઅટ ફૂડ 8 ટકાનો ઉછાળો દર્શાવે છે.
સિલ્વરમાં આક્રમક લેવાલી, ગોલ્ડ રૂ. 50000 નજીક
એમસીએક્સ ખાતે સિલ્વર માર્ચ વાયદો 2.46 ટકા ઘટી રૂ. 67553 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે અંતિમ દોઢ મહિનાની ટોચ છે. છેલ્લા ત્રણ દિવસથી બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તેનો નવો ટાર્ગેટ રૂ. 70000 છે. જે પાર થતાં તે ઓગસ્ટની શરૂમાં જોવા મળેલા રૂ. 77000ની ટોચ તરફ ગતિ કરી શકે છે. સોનુ 0.63 ટકા વધી રૂ. 49907 પર ટ્રેડ થઈ રહ્યું છે.