મીડ-ડે માર્કેટ
ગેપ-અપ ઓપનીંગ બાદ બજારમાં ધીમો ઘસારો
વૈશ્વિક બજારો પાછળ ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ બાદ ધીમો ઘસારો દર્શાવી રહ્યું છે. નિફ્ટી 14800 પરના ઓપનીંગ બાદ હાલમાં 60 પોઈન્ટ્સ સુધારા સાથે 14750 પર ટ્રેડ થઈ રહ્યો છે. તે પોઝીટીવ ઝોનમાં છે. ઈન્ડેક્સ હાલમાં ફરી કોન્સોલિડેશનમાંથી પસાર થઈ રહ્યો છે. સાથે બજાર ચર્નિંગ પણ દર્શાવી રહેલું જણાય છે. માર્કેટ હજુ કેટલોક સમય દિશાહિન ટ્રેડ દર્શાવી શકે છે.
મીડ અને સ્મોલ-કેપ્સમાં ભારે લેવાલી
માર્કેટમાં લાર્જ-કેપ્સ વિરામમાં જોવા મળી રહ્યાં છે ત્યારે મીડ અને સ્મોલ-કેપ્સમાં ગુરુવારે સારી ખરીદી જોવા મળી રહી છે. બીએસઈ ખાતે 2494 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1850 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે માત્ર 540 કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ થઈ રહ્યાં છે. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 0.7 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.63 ટકાના સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. આમ સ્મોલ-કેપ્સમાં તીવ્ર ખરીદી જોવા મળી રહી છે.
નિફ્ટી સ્મોલ-કેપ્સના આઉટપર્ફોર્મર્સ
નિફ્ટી સ્મોલ-કેપ કાઉન્ટર્સમાં હિમાદ્રિ કેમિકલ્સ 6 ટકા સાથે સૌથી વધુ સુધારો સૂચવે છે. એ સિવાય જીએસએફસી(6 ટકા), ઈન્ડિયાબુલ્સ રિઅલ(6 ટકા), વેલસ્પન કોર્પ(4 ટકા), સનટેક રિઅલ્ટી(4 ટકા), સાયન્ટ(4 ટકા), જીએનએફસી(3.5 ટકા), જીએમએમ ફોડરસ(3.43 ટકા) અને મિશ્ર ઘાતુ નિગમ(3.3 ટકા)નો સમાવેશ થાય છે.
ઈન્ડિયા વિક્સમાં ઘટાડો
વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.52 ટકા નરમાઈ સાથે 20.13 પર ટ્રેડ થઈ રહ્યો છે. જો તે 20ની નીચે જશે તો બજારમાં સ્થિરતા પરત ફરી શકે છે.
મેટલમાં અવિરત તેજી
નિફ્ટી મેટલ ઈન્ડેક્સ છેલ્લા એક સપ્તાહથી સતત તેજી દર્શાવી રહ્યો છે. બેન્ચમાર્કે ગુરુવારે 4077ની તેની નવી ટોચ દર્શાવી હતી. તે 2.4 ટકા સુધારા સાથે સૌથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે. મેટલ ઈન્ડેક્સમાં જેએસડબલ્યુ સ્ટીલ 4.6 ટકા, વેલસ્પન કોર્પ 3.8 ટકા, સેઈલ 3.6 ટકા, જીંદાલ સ્ટીલ 3.6 ટકા અને નાલ્કો 3.05 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. ટાટા સ્ટીલ 3 ટકા મજબૂતી સાથે રૂ. 834ની 10 વર્ષની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે.
બેંકિંગ, ફાઈ. સર્વિસિસ, રિઅલ્ટી અને એફએમસીજીમાં નરમાઈ
માર્કેટમાં મજબૂત ઓપનીંગ બાદ બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, રિઅલ્ટી અને એફએમસીજી કંપનીઓમાં થોડી વેચવાલી પાછળ સેક્ટરલ સૂચકાંકો નરમાઈ દર્શાવી રહ્યાં છે. સતત બીજા દિવસે એચડીએફસી બેંક નરમાઈ દર્શાવી રહ્યો છે. તે 1.2 ટકા ઘટાડા સાથએ રૂ. 1476ના તાજેતરના તળિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. આ ઉપરાંત એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંક પણ નરમાઈ દર્શાવી રહ્યાં છે.
Mid Day Market 1 April 2021
April 01, 2021