Mid Day Market 1 Dec 2020

મીડ-ડે માર્કેટ

ભારતીય બજાર પણ એશિયન બજારોની સાથે તાલ મિલાવીને લગભગ એક ટકા જેટલો સુધારો દર્શાવી રહ્યું છે. બેન્ચમાર્ક નિફ્ટી 0.96 ટકાના સુધારે 13094 પર ટ્રેડ થઈ રહ્યો છે. એશિયન બજારોમાં ચીન, કોરિયા, હોંગ કોંગ, જાપાન સહિતના બજારો 2 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે. આમ બજારનો અન્ડરટોન ફરી મજબૂત બન્યો છે અને તે નવી ટોચ તરફ હતી કરી રહેલા જોવા મળી રહ્યાં છે.

ડાઉ ફ્યુચર્સમાં મજબૂતી

ડાઉ ફ્યુચર્સ 230 પોઈન્ટ્સના સુધારે 29859 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે બેન્ચમાર્કમાં બે દિવસથી જોવા મળી રહેલો ઘટાડો આજે અટકશે. ડાઉ પણ તેના 30 હજારના ટોચની નજીક ટ્રેડ થઈ રહ્યો છે.

ફાર્મા, પીએસયૂ, બેંક્સ, આઈટીનો સાર્વત્રિક સપોર્ટ

માર્કેટ બ્રોડ બેઝ તેજી દર્શાવી રહ્યું છે. દરેક સેક્ટરલ સૂચકાંકો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. લાર્જ-કેપ્સમાં પણ મોટાભાગના કાઉન્ટર્સ 2-5 ટકાની મજબૂતી સૂચવી રહ્યાં છે. સેન્સેક્સ કાઉન્ટર્સમાં સન ફાર્મા 5 ટકાથી વધુના સુધારે રૂ. 540 પર ટ્રેડ થઈ રહ્યો છે. કાઉન્ટર તેના નવા ઝોનમાં પ્રવેશવા પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષોથી સન ફાર્માનો શેર રૂ. 500-550ની રેંજમાં અવરોધનો અનુભવ કરી રહ્યો છે. ફાર્મા અગ્રણી લાંબા સમયથી અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે અને તેથી હવે એવું જણાય છે કે તે છેલ્લા ઘણા સમયની ટોચ દર્શાવશે.

  • ઓએનજીસી, ભારતી એરટેલ, ઈન્ફોસિસ, ઈન્ડસઈન્ડ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક પણ 2 ટકાથી વધુના સુધારા સાથે તેજીમાં પાર્ટિસિપેટ કરી રહ્યાં છે. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ 1.52 ટકા મજબૂત ટ્રેડ દર્શાવી રહ્યો છે. કોટક બેંક, નેસ્લે અને ટાઈટન આરામ કરી રહ્યાં છે. ઘણા સમયથી તેઓ બજારને આઉટપર્ફોર્મ કરી રહ્યાં હતાં.

 

મીડ-કેપ્સમાં મસ્ત બાઈંગ

મીડ-કેપ્સમાં ખરીદી જળવાય છે. બીએસઈ ખાતે 1790 કાઉન્ટર્સ અગાઉના બંધની સરખામણીમાં પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 912 કાઉન્ટર્સમાં નરમાઈ જોવા મળી રહી છે. આમ દર બે શેર્સમાં સુધારા સાથે એક શેર્સમાં ઘટાડો બેસે છે. જે અન્ડરટોન ખૂબ જ પોઝીટીવ હોવાનું સૂચવે છે.

મીડ-કેપ્સના અગ્રણી પ્લેયર્સ

બીએસઈ ખાતે એ જૂથમાં ઊચ્ચ સુધારો દર્શાવનાર અગ્રણી કાઉન્ટર્સમાં કેર રેટિંગ 11 ટકાથી વધુ ઉછળી નવી ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. એ સિવાય મહિન્દ્રાલાઈફ, ટેક સોલ્યુશન્સ, ઓરિએન્ટ સિમેન્ટ, લેમન ટ્રી, આઈનોક્સ વાઈન્ડ, કાર્બોરેન્ડરમ યુનિવર્સલ અને આઈઆઈએફએલ જેવા કાઉન્ટર્સ 8 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage