Mid Day Market 1 Feb 2021

મીડ-ડે માર્કેટ

બજેટને વધાવતું માર્કેટ, નિફ્ટીએ 14000 પાર કર્યું

કેન્દ્રિય બજેટમાં જંગી ખર્ચથી પ્રભાવિત થઈ નિફ્ટી 14000ને પાર કરી ગયો છે. સરકારે મધ્યમ-વર્ગ પર કૃષિ સેસ સ્વરૂપમાં ઈંધણ પર ટેક્સ નાખવા સિવાય અન્ય કોઈ કરવેરા લાદ્યાં નથી. સામે 2021-22માં નાણાકિય ખાધ અંકુશમાં રાખવાની વાત કરી છે. જેણે બજાર પર પોઝીટીવ અસર કરી છે અને નિફ્ટી 14000ને કૂદાવી ગયો છે. જ્યારે સેન્સેક્સ 2000 પોઈન્ટ્સથી વધુ મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

બજેટની કેટલીક મહત્વની બાબતો

મિશન પોષણ 2.0 લોન્ચ કરાશે

– સ્વાસ્થ્ય માટે 2,23,849 કરોડની ફાળવણી

– સ્વાસ્થ્ય માટે 137 ટકાનો વધારો

– સ્વાચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે.

– અમૃત યોજના માટે 2,87,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે

– કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડની જાહેરાત

– આ વર્ષે સ્વાસ્થ્ય પર વધુ ભાર અપાશે

– જૂના વાહનો માટે સ્ક્રેપ પોલીસી આવશે

– આત્મનિર્ભર ભારત હેઠળ ખેડૂતોની આવક ડબલ થશે

– હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ વધારાશે

– 7 ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે

– તમિલનાડુા નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે 1.03 લાખ કરોડ ફાવવ્યા,જેમા ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે

– કેરળમાં પણ 65 હજાર કરોડના નેશનલ હાઈવે બનાવવામાં આવશે

– મુંબઈ- કન્યાકુમારી ઈકોનોમી કોરીડોરની જાહેરાત

– પશ્ચિમ બંગાળમાં કોલકતા-સીલીગુડી નેશનલ હાઈવે પ્રોજેક્ટની જાહેરાત

– રેલવેને 1 લાખ 10 હજાર 55 કરોડની ફાળવણી

– રેલવેમા વિસ્ટા ડોમ કોચ બનાવવામાં આવશે

– રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર

– ગ્રાહકોને વીજ કંપની પસંદ કરવાનો વિકંલ્પ મળશે

– 18000 કરોડના ખર્ચે પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ લાગુ

– ઉર્જા ક્ષેત્રમાં મોટા સુધારા કરવામાં આવ્યા, વીજળી ક્ષેત્રમાં 3 લાખ કરોડની સ્કિમની જાહેરાત

– હાઈડ્રોજન પ્લાંટ બનાવવાની જાહેરાત

– ઉર્જા ક્ષેત્રમાં PPP મોડેલ હેઠળ પ્રોજેક્ટો પૂરા કરવામાં આવશે

– જમ્મુ-કાશ્મીરમાં શરૂ થશે ગેસ પાઈપલાઈન યોજના

– ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ વધુ લાભાર્થીઓને જોડવામાં આવશે

– હવે ઈન્શ્યોરન્સ ક્ષેત્રમાં 74 ટકા સુધી FDI થઈ શકશે,પહેલા આ 49 ટકાની મંજૂરી હતી

– રોકાણકારો માટે ચાર્ટર બનાવવાની જાહેરાત થશે

– સેન્સેક્સમાં 900 અંકનો ઉછાળો

– એર ઈન્ડિયાએ સરકાર વેંચશે

– આ વર્ષે એલઆઈસીનો IPO આવશે

બજેટમાં ટેક્સેશન પાર્ટ

* ઇન્કમટેક્ષ સ્લેબમાં કોઇ બદલાવ નહીં

* નોકરિયાત વર્ગને ટેક્સમાં કોઇ રાહત નહીં

* મોબાઇલ પાર્ટસ પર 2.5 ટકા કસ્ટમ ડયૂટી લાગશે

* મોબાઇલ ફોન વધુ મોંઘા થવાની શકયતા

* મોબાઇલ અને ચાર્જર મોંઘા થશે

* સોના-ચાંદી સસ્તું થવાની શકયતા

* સ્ટીલ પર 7.5 ટકા કસ્ટમ ડયૂટી ઘટાડાઇ

* ઓટોપાર્ટસ પર કસ્ટમ ડયૂટી વધારાઇ

* લોખંડ-સ્ટીલ સસ્તું થશે

* 75 વર્ષથી ઉપરનાં સિનિયર સીટીઝન માટે મોટી જાહેરાત

* 75 વર્ષનાં વૃદ્ધો માટે હવે આવકવેરો લાગૂ નહીં

* માત્ર પેન્શનધારક,વરિષ્ઠ નાગરિકોને ટેકસમાં મુક્તિ

* સસ્તા મકાન માટે 1 વર્ષ માટે રાહત વધારાઇ

* 31 માર્ચ 2022 સુધી સ્ટાર્ચઅપ ટેક્સમાં છુટ

* વર્ષ 2022 સુધી હોમલોન પર છુટ અપાઇ

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage