Mid Day Market 10 Feb 2021

મીડ-ડે માર્કેટ

બજાર રેડ ઝોનમાં

છેલ્લા સાત ટ્રેડિંગ સત્રોથી સતત ઉર્ધ્વ ગતિ દર્શાવતું રહેલું બજાર બુધવારે વિરામમાં જણાય છે. મોટાભાગનો સમય તે રેડિશ જોવા મળ્યું છે. બેન્ચમાર્ક નિફ્ટી એક તબક્કે 100 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવતો હતો અને 150006ના તળિયા પર ટ્રેડ થયું હતું. જ્યાંથી બાઉન્સ થઈને હાલમાં 33 પોઈન્ટ્સ નીચે ટ્રેડ થઈ રહ્યું છે. સેન્સેક્સ પણ 300થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવી ફ્લેટ થઈ ફરી 170 પોઈન્ટ્સ નીચે ટ્રેડ થઈ રહ્યો છે.

નિફ્ટીના આઉટપર્ફોર્મર્સ

નિફ્ટી શેર્સમાં ફાઈનાન્સિયલ્સનો દેખાવ સારો છે. જોકે બેંકિંગનો દેખાવ નબળો છે. બજાજ ફિનસર્વનો શેર 10303ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તે લગભગ 4 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. એસબીઆઈ લાઈફ અને એચડીએફસી લાઈફ પણ 2 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં છે. એ ઉપરાંત ગેઈલ, સિપ્લા, હીરોમોટોકોર્પ, ગ્રાસિમ, એમએન્ડએમ, એચડીએફસી અને પાવરગ્રીડ કોર્પોરેશન એક ટકાનો સુધારો નોંધાવી રહ્યાં છે. જેઓ બજારને મજબૂતી પૂરી પાડી રહ્યાં છે.

નિફ્ટીના અન્ડરપર્ફોર્મર્સ

નિફ્ટીને નીચો રાખવામાં અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, એક્સિસ બેંક, ડો. રેડ્ડીઝ લેબો, લાર્સન, ટાઈટન કંપની, બ્રિટાનિયા, ઈન્ફોસિસ અને કોલ ઈન્ડિયા ભાગ ભજવી રહ્યા છે. તેઓ એક ટકાથી 3 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.

ઈન્ડિયા વીઆઈએક્સ પોઝીટીવ

વોલેટિલિટીનો માપદંડ એવો ઈન્ડિયા વીઆએક્સ એક તબક્કે 2 ટકાથી વધુની મજબૂતી દર્શાવતો હતો. તેણે 24.95ની ટોચ દર્શાવી હતી. જોકે હાલમાં તે 0.8 ટકા મજબૂતી સાથે 24.46ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તે છેલ્લા ઘણા સમયની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે.

મીડ-કેપ અને સ્મોલ-કેપમાં મજબૂતી

નિફ્ટી મીડ-કેપ અને સ્મોલ-કેપમાં મજબૂતી જોવા મળી રહી છે. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.4 ટકાની મજબૂતી દર્શાવી રહ્યો છે. જ્યારે સ્મોલ-કેપ 0.6 ટકાની મજબૂતી નોંધાવે છે. જોકે બીએસઈ ખાતે માર્કેટબ્રેડ્થ નેગેટિવ છે. કુલ 2947 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1365 પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 1435માં નરમાઈ જોવા મળી રહી છે. 209માં 52-સપ્તાહની ટોચ જ્યારે 235 ઉપલી સર્કિટમાં બંધ જોવા મળી રહ્યાં છે.

બીએસઈ એ જૂથના આઉટપર્ફોર્મર્સ

બીએસઈ ખાતે એ જૂથના કેટલાક આઉટપર્ફોર્મર્સમાં પોલીપ્લેક્સ 16 ટકા સાથે મજબૂત દેખાવ દર્શાવે છે. આઈઆઈએફએલ અને મેગ્મા ફિનકોર્પ સતત બીજા દિવસે 10 ટકાની ઉપલી સર્કિટમાં બંધ જોવા મળી રહ્યાં છે. એ ઉપરાંત એફલ, અરવિંદ અને હેગમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. તેઓ 8-10 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. ઈરકોન અને મધરસનસુમીમાં 7 ટકાનો સુધારો જોવા મળી રહ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage