મીડ-ડે માર્કેટ
માર્કેટ પર બુલ્સની મજબૂત પકડ
સતત ત્રીજા દિવસે બજાર ગેપ-અપ ઓપનીંગ બાદ ફ્લેટિશ બની તળિયેથી પરત ફરી રહ્યું છે. વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતોને કારણે બજાર હાલમાં રેંજમાં અથડાઈ રહ્યું છે. જોકે બે મહત્વની બાબતોમાં નિફ્ટી 15000ના સાયકોલોજિકલ લેવલ્સ પર ટકવામાં સફળ રહ્યો છે અને બીજું વોલેટિલિટી ઈન્ડેક્સ સતત ચાર દિવસથી ઘટાડો દર્શાવી રહ્યો છે. હાલમાં બેન્ચમાર્ક 15140 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે 0.25 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
ઈન્શ્યોરન્સ કંપનીઓના શેર્સમાં આજે નરમાઈ
મંગળવારે નોંધપાત્ર સુધારો દર્શાવનાર ખાનગી ઈન્શ્યોરન્સ કંપનીઓના શેર્સમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી રહી છે. જેમાં એસબીઆઈ લાઈફનો શેર 2.4 ટકા, એચડીએફસી લાઈફ 1.6 ટકા અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો શેર 0.6 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.
ઈન્ડિયા વીક્સ તાજેતરના તળિયે
વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકાના ઘટાડે 21.38ના તાજેતરના તળિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. ચાલુ સપ્તાહે તેણે સતત ઘટાડો નોંધાવ્યો છે અને તે અંતિમ ત્રણ સપ્તાહના તળિયા પર છે એમ કહી શકાય. આ ઘટના સૂચવે છે કે આગામી દિવસોમાં બજાર સુધારાતરફી રૂખ જાળવી શકે છે અને માર્ચ મહિનાની એક્સપાયરી સુધીમાં નિફ્ટી 15400ના સ્તરને કૂદાવે તેવું બને.
મીડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં પણ સુધારો
નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.46 ટકા સાથે જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.77 ટકાનો સુધારો સૂચવી રહ્યાં છે. આમ બે દિવસ દરમિયાન અન્ડરપર્ફોર્મન્સ બાદ તેઓ આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યાં છે. નિફ્ટી મીડ-કેપ્સમાં હુડકો, કોફોર્જ, જેએસડબલ્યુ એનર્જી, માઈન્ડટ્રી અને એડલવેઈન સુધારો દર્શાવવામાં અગ્રણી છે. જ્યારે સ્મોલ-કેપ્સમાં ઈન્ડિયામાર્ટ, એમએમટીસી, એજિસ લોજિસ્ટીક્સ, જીએસએફસી, હિમાદ્રિ સ્પેશ્યાલિટી અને વેલસ્પન ઈન્ડિયા અગ્રણી છે.
બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, એનર્જિ, ઈન્ફ્રામાં નરમાઈ
બેંક નિફ્ટી સાધારણ ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી ફિન સર્વિસિસ પણ સાધારણ નરમાઈ દર્શાવે છે. નિફ્ટી એનર્જિમાં 0.5 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેનું મુખ્ય કારણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ છે. ઓએનજીસી, આઈઓસી, ટાટા પાવર, ગેઈલ, બીપીસીએલ જેવા કાઉન્ટર્સ લગભગ 1-3 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.
નિફ્ટી આઈટી અને નિફ્ટી ફાર્મામાં મજબૂતી
નિફ્ટી આઈટી 1.9 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. એલએન્ડટી ઈન્ફોટેક 6 ટકા, કો-ફોર્જ 5 ટકા, માઈન્ડટ્રી 3.4 ટકા, એમ્ફેસિસ 3 ટકા, ટેક મહિન્દ્રા 2.7 ટકા, વિપ્રો 2 ટકા, એચસીએલ ટેક 1.8 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. નિફ્ટી ફાર્મા એક ટકાનો સુધારો જોવા મળી રહ્યો છે. જેમાં બાયોકોન 3 ટકા, લ્યુપિન 2 ટકા, સન ફાર્મા 1.5 ટકા, સિપ્લા 1.4 ટકા, કેડિલા હેલ્થકેર 1 ટકા અને ડો. રેડ્ડીઝ લેબ્સ 0.9 ટકાનો સુધારો દર્શાવે છે.
ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ
કોમોડિટીઝમાં સાર્વત્રિક નરમાઈ જોવા મળી રહી છે. એમસીએક્સ ખાતે ગોલ્ડ એપ્રિલ ફ્યુચર 0.3 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર 0.9 ટકા અથવા રૂ. 557ની નરમાઈ દર્શાવી રહ્યો છે. બેઝ મેટલ્સમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. જેમાં નીકલ 1.5 ટકા, ઝીંક 1.2 ટકા, કોપર 0.9 ટકા અને લેડ 0.6 ટકાનો ઘટાડો દર્શાવે છે