મીડ-ડે માર્કેટ
બેન્ચમાર્ક નિફ્ટી 12598ની સર્વોચ્ચ ટોચ બનાવીને એક ટકાથી વધુ સુધારા સાથે 12591ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ પણ 518 પોઈન્ટ્સ સુધરીને 43 હજારની સપાટી કૂદાવી ગયો છે.
બેંકિંગનો સપોર્ટ જળવાયો
છેલ્લા એક સપ્તાહથી માર્કેટને બેંકિંગનો જબરદસ્ત સપોર્ટ મળી રહ્યો છે. આજે પણ બેંકિંગ અને ફાઈનાન્સિયલ્સનો સપોર્ટ છે. જેમાં બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ સહિતનો સમાવેશ થાય છે. તેઓ 9 ટકા સુધીનો સુધારો દર્શાવે છે.
બિહારમાં એનડીએ આગળ
બિહારમાં શરૂઆતી એક કલાક દરમિયાન મહાગઠબંધન આગળ રહ્યાં બાદ બાજી પલટાઈ હતી. એનડીએ જરૂરી બહુમતી સંખ્યાને પાર કરીને આગળ નીકળી ગયું હતું. અંતિમ સ્થિતિ મુજબ 243માંથી એનડીએ 130 અને મહાગઠબંધન 101 પર આગળ છે. આમ વર્તમાન સરકાર સત્તામાં રહેવાની શક્યતા છે.
ડાઉ ફ્યુચર 113 પોઈન્ટ્સ ઉપર
બપોરે ડાઉ ફ્યુચર 113 પોઈન્ટ્સના સુધારે 29161 પર ટ્રેડ થઈ રહ્યો છે. ડા જોન્સે સોમવારે સાંજે તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી.
સોનું-ચાંદીમાં રિકવરી
સોમવારે સાંજ બાદ ભારે વેચવાલી બાદ તૂટી ગયેલા સોનું-ચાંદી મંગળવારે રિકવરી દર્શાવી રહ્યાં છે. એમસીએક્સ ચાંદી રૂ. 1676 અથવા 2.75 ટકાના સુધારે રૂ. 62530 પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે સોનું 1.70 ટકાના સુધારે રૂ. 50575 પર ટ્રેડ થઈ રહ્યું છે.
52-સપ્તાહની ટોચ દર્શાવનાર કાઉન્ટર્સ
અશોક લેલેન્ડ, ભારત ફોર્જ, ઈન્ટરગ્લોબ એવિએશન, ફાઈઝર, જિંદાલ(હિસ્સાર), એચડીએફસી બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા કોમ્યુનિકેશન, કોટક મહિન્દ્રા, દાલમિયા ભારત, અમરરાજા બેટરીઝ, જીએસડબલ્યુ સ્ટીલ, હેવેલ્સ ઈન્ડિયા જેવા કાઉન્ટર્સ 52-સપ્તાહની અથવા તો લાઈફ-હાઈ ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે.