નિફ્ટી-સેન્સેક્સ નવી ટોચ પર
ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવી મજબૂત ટકી રહ્યું છે. નિફ્ટી 14480ની ટોચ બનાવી 14442 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સેન્સેક્સ 49 હજારની સપાટી પર પ્રથમવાર ટ્રેડ થયો છે. એશિયન હરિફોની સરખામણીમાં ભારતીય બજાર આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે. જે સૂચવે છે કે તેજીવાળાઓ હજુ પણ બુલંદ છે.
બજારને આઈટી-ઓટોનો સપોર્ટ
ભારતીય બજારને મુખ્ય સપોર્ટ આઈટી ક્ષેત્રનો મળ્યો છે. તમામ અગ્રણી આઈટી કંપનીઓ તેમની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ઓટો કંપનીઓમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. જ્યારે એનબીએફસી અને પીએસયૂ બેંક્સમાં નરમાઈ જોવા મળી રહી છે. આઈટી ઈન્ડેક્સ 2.6 ટકા વૃદ્ધિ સાથે 26900ની ટોચ પાર કરી ગયો છે. જ્યારે ઓટો ઈન્ડેક્સ 1.9 ટકાનો ઉછાળો દર્શાવે છે. એફએમસીજી ઈન્ડેક્સ પણ 0.9 ટકા જેટલો મજબૂત છે.
ઈન્ફોસિસ રૂ. 6 લાખ કરોડના માર્કેટ-કેપ નજીક, એચયૂએલને પાછળ રાખી
આઈટી કંપની ઈન્ફોસિસનો શેર 5 ટકા ઉછાળા સાથે રૂ. 5.82 લાખ કરોડના માર્કેટ-કેપ પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે એફએમસીજી અગ્રણી હિંદુસ્તાન યુનીલીવરને પાછળ રાખી દીધો છે. એચસીએલ ટેક્નોલોજી, વિપ્રો અને ટીસીએસ પણ નવી ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
મારુતિમાં 3 ટકાથી વધુનો ઉછાળો
ગયા સપ્તાહે અઢી વર્ષની ટોચ દર્શાવ્યાં બાદ નવા સપ્તાહે પણ મારુતિ મજબૂતી દર્શાવી રહ્યો છે. કંપનીનો શેર 3.14 ટકા વૃદ્ધિ સાથે રૂ. 8200ની સપાટી પાર કરી ગયો છે. હીરોમોટોકો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા ઓટો કાઉન્ટર્સ પણ મજબૂતી દર્શાવી રહ્યાં છે.
બેંક નિફ્ટી નરમ
એચડીએફસી બેંકમાં 1.8 ટકાના ઉછાળા છતાં બેંક નિફ્ટી નરમાઈ દર્શાવી રહ્યો છે. કેમકે એસબીઆઈ સહિતની અન્ય ખાનગી બેંક્સ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહી છે.
સેન્સેક્સમાં 13 કાઉન્ટર્સ 2 ટકાથી વધુ મજબૂતી
સેન્સેક્સમાં ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ સહિત લગભગ 13 જેટલા કાઉન્ટર્સ 2 ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યાં છે. જ્યારે બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, લાર્સન, એસબીઆઈ અને એક્સિસ જેવા કાઉન્ટર્સ એક ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.
મીડ-સ્મોલ કેપ્સમાં નરમાઈૉ
નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.6 ટકાથી જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.21 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે. ્બીએસઈ ખાતે પણ 3180 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1301માં સુધારો જ્યારે 1701માં નરમાઈ જોવા મળી રહી છે. આમ માર્કેટ બ્રેડ્થ નરમ ચાલી રહી છે.