મીડ-ડે માર્કેટ
નિફ્ટીએ મહત્વનો સપોર્ટ તોડ્યો
બેન્ચમાર્ક નિફ્ટીએ છેલ્લા અઢી મહિનાનું તળિયું દર્શાવ્યું છે. સોમવારે તે 14284ના છેલ્લા ઘણા સપ્તાહોના તળિયા પર ટ્રેડ થયો છે. અગાઉ તેણે જાન્યુઆરી આખરમાં 13600 સુધીનો ઘટાડો નોંધાવ્યો હતો. જે તેના માટે હવેનો સપોર્ટ બની શકે છે. જોકે હજુ તે 14350ની નીચે બંધ આપે છે કે નહિ તે જોવાનું રહેશે.
બેંક નિફ્ટીએ 31000નો સપોર્ટ તોડ્યો
લોકડાઉનના ડરે આર્થિક રિકવરી પર અસર થશે તેવા ગભરાટમાં બેંકિંગ શેર્સ સૌથી વધુ તૂટ્યાં છે. જેની પાછળ બેંક નિફ્ટી 5 ટકાથી વધુ ગગડી 30558 પર ટ્રેડ થયો છે. તેણે 31000નો મહત્વનો સપોર્ટ તોડ્યો છે. બેંકિંગ ક્ષેત્રે આરબીએલ બેંક 12 ટકાથી વધુ ઘટાડા સાથે સૌથી ખરાબ પર્ફોર્મર છે. જ્યારે આઈડીએફસી ફર્સ્ટ(11 ટકા), એયુ સ્મોલ ફાઈ. બેંક(10 ટકા), પીએનબી(10 ટકા), બંધન બેંક(10 ટકા), ઈન્ડસઈન્ડ બેંક(8 ટકા)નો ઘટાડો દર્શાવે છે.
મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં 6 ટકાના ગાબડાં
મીડ અને સ્મોલ-કેપ્સમાં ભારે વેચવાલી જોવા મળી છે. જાતેજાતમાં વેચવાલી જોવા મળી છે. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 6 ટકા ઘટાડે 22934ના સ્તર સુધી ગગડ્યો હતો. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ પણ 6 ટકા તૂટી 8024 પર જોવા મળતો હતો. નિફ્ટી સ્મોલ-કેપ્સમાં સૌથી વધુ ખરાબી એનબીસીસી(12 ટકા), ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટ(11 ટકા), રેઈન ઈન્ડસ્ટ્રીઝ(10 ટકા), ગ્રેફાઈટ ઈન્ડિયા(10 ટકા), ઈન્ડિયા સિમેન્ટ્સ(10 ટકા) અને જસ્ટ ડાયલ(10 ટકા) જોવા મળી હતી. જ્યારે મીડ-કેપ્સમાં એમએન્ડએમ ફાઈ.(13 ટકા), આરબીએલ બેંક(13 ટકા), જેએસડબલ્યુ એનર્જી(12 ટકા), બેંક ઓફ ઈન્ડિયા(11 ટકા), ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ(11 ટકા) અને ભેલ(11 ટકા)નો ઘટાડો દર્શાવતાં હતાં.
ઈન્ડિયા વીક્સ 15 ટકા ઉછળ્યો
ગયા સપ્તાહાંતે 20ના સ્તરની નીચે ઉતરી ગયેલો ઈન્ડિયા વીક્સ 15 ટકા ઉછળી 22.66 પર ટ્રેડ થઈ રહ્યો છે. ગયા સોમવારે પણ તે મહારાષ્ટ્ર ખાતે લોકડાઉનની જાહેરાત પાછળ 23 સુધી ગયા બાદ પરત ફર્યો હતો. જોકે આજે તે બજારમાં ઉત્તરોત્તર ઘટાડા સાથે મજબૂત બની રહ્યો છે.
ગોલ્ડ-સિલ્વરમાં સ્થિરતા
ઈક્વિટી માર્કેટમાં વેચવાલી વચ્ચે કિંમતી ધાતુઓના ભાવ સ્થિર ટકેલાં છે. એમસીએક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર રૂ. 17ના સાધારણ સુધારે રૂ. 46610 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર ફ્યુચર રૂ. 80ના ઘટાડે રૂ. 66903 પર ટ્રેડ થઈ રહ્યો છે. ક્રૂડ અને બેઝ મેટલ્સના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
Mid Day Market 12 April 2021
April 12, 2021