મીડ-ડે માર્કેટ
ગુરુવાર પ્રોફિટ બુકિંગનો દિવસ બની રહ્યો છે. બેન્ચમાર્ક નિફ્ટી ખૂલતામાં 13489ની સપાટી પર ખૂલ્યો હતો. જ્યાંથી ગગડી 13399 જોવા મળ્યો હતો. હાલમાં તે 13425ના સ્તર પર 104 પોઈન્ટ્સ નરમ ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ પણ 350 પોઈન્ટ્સની નરમાઈ સૂચવી રહ્યો છે. સતત સાત ટ્રેડિંગ સત્રો દરમિયાન મજબૂતી બાદ બજારમાં કરેક્શન જોવા મળી રહ્યું છે. વૈશ્વિક બજારોમાં ટ્રેન્ડ સ્થિર જોવા મળી રહ્યો છે.
બેંકિંગમાં સૌથી વધુ નરમાઈ
બેંક નિફ્ટી 1.18 ટકાના ઘટાડા સાથે 30352 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસ 1.2 ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે. આઈટી અને ફાર્મા પણ અનુક્રમે 0.38 ટકા અને 0.36 ટકાનો ઘટાડો સૂચવે છે. ઓટો ઈન્ડેક્સ 0.7 ટકા ડાઉન છે.
એકમાત્ર એફએમસીજી મજબૂત
માર્કેટમાં સતત સુધારા બાદ ટ્રેડર્સ ડિફેન્સિવ્સ તરફ પરત વળ્યાં છે. નિફ્ટી એફએમસીજી 1 ટકાના સુધારે 33451 પર ટ્રેડ થઈ રહ્યો છે.
મીડ-કેપ અને સ્મોલ-કેપમાં પણ એક ટકા સુધીનો ઘટાડો
નિફ્ટી મીડ-કેપ અને નિફ્ટી સ્મોલ-કેપ, બંને 0.90 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પણ ખૂબ નેગેટિવ જોવા મળી રહી છે. 1800 કાઉન્ટર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે 850 કાઉન્ટર્સમાં પોઝીટીવ ટ્રેડ જોવા મળી રહ્યો છે.
સેન્સેક્સમાં 30માંથી 11 કાઉન્ટર્સ પોઝીટીવ
સેન્સેક્સમાં 11 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં નેસ્લે, આઈટીસી, હિંદુસ્તાન યુનિલીવર, પાવરગ્રીડ, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન, મારુતિ અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે. તેઓ 2 ટકા સુધીનો સુધારો નોંધાવે છે.
સિમેન્ટ-બેંકિંગ નરમ
અલ્ટ્રાટેક સિમેન્ટ તેની સર્વોચ્ચ ટોચથી 2.7 ટકા જેટલો નરમ ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે એમએન્ડએમ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, સન ફાર્મા, એક્સિસ બેંક, એસબીઆઈ, ઈન્ફોસિસ જેવા કાઉન્ટર્સ 1-2.5 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.
ડાઉ ફ્યુચર્સ સાધારણ પોઝીટીવ
ડાઉ ફ્યુચર્સ 14 પોઈન્ટ્સની મજબૂતી સાથે 30077 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ હજુ સુધી વૈશ્વિક બજારોમાં નરમાઈના સંકેતો નથી. જે સૂચવે છે કે સ્થાનિક બજારમાં આજનો ઘટાડો એક દિવસ પૂરતો હોઈ શકે છે.