મીડ-ડે માર્કેટ
નિફ્ટીમાં ઊંચા મથાળે વેચવાલીનું દબાણ
ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ બાદ ઘીમે-ધીમે ઘસાતું જોવા મળ્યું છે. નિફ્ટી 15336ની ટોચ બનાવી 15196નું સ્તર દર્શાવી 15216 પર ટ્રેડ થઈ રહ્યો છે. ઓટો, ફાર્મા અને એફએમસીજી જેવા ક્ષેત્રોને કારણે બજારમાં વેચવાલી જોવા મળી રહી છે. જ્યારે આઈટી, મેટલ અને બેંકિંગનો સપોર્ટ મળી રહ્યો છે.
ઈન્ડિયા વીક્સ વધુ ઘટીને 21ની નીચે
માર્કેટ ટોચના સ્તરેથી નીચે ઉતર્યું છે પરંતુ વોલેટિલિટી ઈન્ડેક્સ ઘટાડો જ દર્શાવે છે. તે વધુ 1.2 ટકાના ઘટાડે 20.50 પર ચાલુ મહિનાના તળિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ બજારમાં સ્થિરતા જોવા મળે તેવા સંકેત છે.
સ્મોલ-કેપ્સમાં સૌથી સારી મજબૂતી
નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.2 ટકાની મજબૂતી સાથે 8541ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. તે 8569ની સર્વોચ્ચ સપાટીની નજીક જ ટ્રેડ થઈ રહ્યો છએ. બજારને વેલસ્પન ઈન્ડિયા, ડેલ્ટા કોર્પ, ટ્રાઈડન્ટ, લિંડે ઈન્ડિયા, કેન ફિન હોમ્સ, ઈન્ફિબીમ એવન્યૂ, ડિક્સોન ટેક્નોલોજી, જેએફ ફાઈનાન્સિયલ, રેડિકો ખેતાનનો સપોર્ટ મળી રહ્યો છે. આ તમામ કાઉન્ટર્સ 3 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં છે.
નિફ્ટી ઓટોમાં નરમાઈ
નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.8 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે. બેન્ચમાર્કમાં સૌથી વધુ ઘટાડો મારુતિ સુઝુકીમાં 1.8 ટકાનો જોવા મળી રહ્યો છે. જ્યારબાદ બજાજ ઓટો(1.7 ટકા), હીરો મોટોકોર્પ(1.8 ટકા), ટીવીએસ મોટર(1.3 ટકા), આઈશર મોટર્સ(1.1 ટકા), મધરસન સુમી(0.6) ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.
ફાર્મા ઈન્ડેક્સમાં પણ નરમાઈ
નિફ્ટી ફાર્મા 0.5 ટકાની નરમાઈ દર્શાવે છે. જે મુખ્યત્વે ડો. રેડ્ડીઝ લેબ(-1 ટકા), સન ફાર્મા(-1. ટકા), લ્યુપિન(-.7 ટકા), કેડિલા હેલ્થકેર(-0.6 ટકા) અને ઓરોબિંદો ફાર્મા(-0.6 ટકા)નો સમાવેશ થાય છે.
પીએસઈ કાઉન્ટર્સમાં મજબૂતી બરકરાર
જાહેર સાહસોના શેર્સમાં મજબૂતી યથાવત છે. તે 1.2 ટકા સુધારો દર્શાવી રહ્યો છે. જેમાં ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ(5 ટકા), જનરલ ઈન્શ્યોરન્સ(3 ટકા), આઈઓસી(3 ટકા), બીપીસીએલ(3 ટકા), સેઈલ(2.3 ટકા), પાવર ગ્રીડ કોર્પો(2.3 ટકા), પાવર ફાઈ.(2.2 ટકા)નો સમાવેશ થાય છે. એક પછી એક પીએસઈ કંપનીઓ બીજા તબક્કાનું ઈન્ટરિમ ડિવિડન્ડ આપવા માટે બહાર આવી રહી છે.
કોમોડિટીઝમાં સાર્વત્રિક મંદી
કોમોડિટીઝના ભાવમાં ચોતરફ નરમાઈ જોવા મળી રહી છે. એમસીએક્સ ખાતે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 304ના ઘટાડે રૂ. 44575 પર બંધ જોવા મળી રહ્યો છે. જ્યારે માર્ચ સિલ્વર વાયદો રૂ. 845ના ઘટાડે રૂ. 66700 પર ટ્રેડ થઈ રહ્યો છે. બેઝ મેટલ્સમાં કોપર, નીકલ, એલ્યુમિનિયમ, ઝીંકમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.