મીડ-ડે માર્કેટ
નિફ્ટી દિવસની ટોચ પરથી પરત ફર્યો
સોમવારે 3.5 ટકાનો ઘટાડો દર્શાવ્યાં બાદ મંગળવારે એશિયન બજારોમાં મજબૂતી પાછળ સાધારણ ગેપ-અપ ઓપનીંગ બાદ વધુ સુધારો દર્શાવનાર બેન્ચમાર્ક નિફ્ટી ફરી ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યો છે. નિફ્ટી 14311ના બંધ સામે 14365 પર ખૂલી 14449ની ટોચ બનાવ્યા બાદ 14329 પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. માર્કેટ માત્ર 17 પોઈન્ટ્સના સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
બેંકિંગ, ઓટો અને રિઅલ્ટીમાં નોંધપાત્ર બાઉન્સ
માર્કેટમાં સોમવારના ઘટાડામાં ઊંઘા માથે પટકાયેલા બેંકિંગ, ઓટો અને રિઅલ્ટી જેવા કાઉન્ટર્સમાં એક ટકાથી વધુનો સુધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેંક 1.2 ટકા મજબૂતી સાથે 31160ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ઉપરમાં તે 31340 પર ટ્રેડ થયો હતો. નિફ્ટી ઓટો 2 ટકાથી વધુના સુધારો દર્શાવી હાલમાં 1.86 ટકા મજબૂતી દર્શાવી રહ્યો છે. જ્યારે રિઅલ્ટી ઈન્ડેક્સ 1.6 ટકા પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યો છે.
જાહેર સાહસોમાં સારી લેવાલી
નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 2 ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યો છે. જેમાં અગ્રણી કાઉન્ટર્સમાં જનરલ ઈન્શ્યોરન્સ, પાવર ફાઈનાન્સ, ઓએજીસી, આરઈસી, ગેઈલ, પાવર ગ્રીડ કોર્પો, ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ, સેઈલ, એચપીસીએલનો સમાવેશ થાય છે. આ તમામ કાઉન્ટર્સ 1.5 ટકાથી 5 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે.
ટીસીએસના સારા પરિણામો છતાં આઈટીમાં 4 ટકાનો ઘટાડો
અગ્રણી આઈટી કંપની ટીસીએસે સારા પરિણામો દર્શાવ્યાં છતાં આઈટી કાઉન્ટર્સમાં નરમાઈ જોવા મળી રહી છે. નિફ્ટી આઈટી 3.84 ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે. જેમાં સૌથી વધુ ઘટાડો કોફોર્જ 8 ટકા, એમ્ફેસિસ 6 ટકા, માઈન્ડટ્રી 5.33 ટકા, ટીસીએસ 4.73 ટકા, ટેર મહિન્દ્રા 4.32 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 3.87 ટકા અને વિપ્રો 3.51 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.
ફાર્મામાં પણ નરમાઈ
સોમવારે એકમાત્ર પોઝીટીવ બંધ દર્શાવનાર નિફ્ટી ફાર્મા મંગળવારે સુધારો જાળવી શક્યો નહોતો. આજે તે 0.5 ટકા ઘટાડ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. ડો.રેડ્ડીઝ લેબમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે કેડિલા હેલ્થકેર 1.8 ટકા, ઓરોબિંદો ફાર્મા 0.8 ટકા, લ્યુપિન 0.7 ટકા, સિપ્લા 0.7 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. બીજી બાજુ કેટલાક ફાર્મા શેર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં આલ્કેમ લેબ અને સન ફાર્મા મુખ્ય છે.
Mid Day Market 13 April 2021
April 13, 2021
