નવી ટોચ બનાવી નિફ્ટી ઈન્ટ્રા-ડે કરેક્શનમાં
નિફ્ટીએ નવા સપ્તાહે 13597ની તેની નવી ટોચ દર્શાવી ઈન્ટ્રા-ડે કરેક્શન નોંધાવ્યું છે. નીચામાં તે 13504 પર ટ્રેડ થયો હતો. આમ 13500 પર ટકી રહ્યો છે. જો તે ત્રીજા દિવસે આ સ્તર પર જળવાશે તો આગામી સમયમાં વધુ 1-2 ટકાનો સુધારો દર્શાવે તેવું બને.
પીએસઈ, મેટલ, બેંકિંગ, ફાર્મા જેવા ક્ષેત્રોનો સપોર્ટ
માર્કટને બ્રોડ બેઝ સપોર્ટ જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી 0.53 ટકા અથવા 163 પોઈન્ટ્સની મજબૂતી સાથે 30678 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી મેટલ 1.2 ટકાની વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. ટાટા સ્ટીલ જેવા શેર્સ તેમની છેલ્લા બે-ત્રણ વર્ષની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. જાહેર સાહસોમાં મજબૂતીને કારણે નિફ્ટી પીએસઈ 1.87 ટકાઓ ઉછાળો દર્શાવી રહ્યો છે. જ્યારે ફાર્મા પણ અડધા ટકાની મજબૂતી નોંધાવે છે.
ડાઉ ફ્યુચર્સમાં મજબૂતી
ડાઉ ફ્યુચર્સ 188 પોઈન્ટ્સની મજબૂતી સાથે 30123 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ડાઉ જોન્સ પણ સોમવારે મજબૂત ટ્રેડ દર્શાવી શકે છે. યુએસ ખાતે ફાઈઝર વેક્સિન આપવાનું શરૂ થઈ ચૂક્યું છે. જેને કારણે સેન્ટિમેન્ટ પોઝીટીવ જળવાય શકે છે.
પીએસયૂમાં આગેકૂચ જારી
ઓએનજીસી, એનટીપીસી જેવા કાઉન્ટર્સમાં સુધારો જળવાયો છે. અંતિમ બે સપ્તાહથી આ કાઉન્ટર્સ સતત નવી સપાટી દર્શાવી રહ્યાં છે. ઓએનજીસી 3 ટકા જ્યારે એનટીપીસી 2 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે એ સિવાય લાર્સન, એક્સિસ બેંક, ટાઈટન, ટાટા સ્ટીલ અને સન ફાર્મા પણ 1 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં છે.
નવી ટોચ બનાવનાર મીડ-કેપ્સ
મીડ-કેપ્સમાં અદાણી પોર્ટ્સ, ચંબલ ફર્ટિલાઈઝર્સ, કોલગેટ પામોલીવ, સાયન્ટ, ડિક્સોન ટેક્નોલોજી, ગોદરેજ પ્રોપર્ટીઝ, એચએફસીએલ, આઈએફબી ઈન્ડ., જેવા કાઉન્ટર્સ તેમની નવી ટોચ દર્શાવી રહ્યાં છે.
એફએમસીજીમાં પણ નવી ટોચનો દોર ચાલુ
એફએમસીજી કાઉન્ટર્સ જેવાકે મેરિકો ઈન્ડ., જ્યુબિલિઅન્ડ ફૂડ્સ અને નેસ્લેમાં નવી ટોચ જોવા મળી રહી છે. હિંદુસ્તાન યુનિલીવર મજબૂતી દર્શાવી રહ્યો છે. જોકે તે નવી ટોચથી હજુ રૂ. 250 જેટલો છેટે ટ્રેડ થઈ રહ્યો છે.
મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી ચાલુ
બેન્ચમાર્કસ ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યાં છે ત્યારે મીડ અને સ્મોલ-કેપ્સમાં સુધારો ચાલુ છે. બીએસઈ ખાતે 1750 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે. જ્યારે 1200 કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ થઈ રહ્યાં છે. આમ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળે છે.