મીડ-ડે માર્કેટ
નિફ્ટી કોન્સોલિડેશન ફેઝમાં
બેન્ચમાર્ક નિફ્ટી 13547ના સ્તરે ખૂલી 13549 થઈ 13447 સુધી કરેક્ટ થઈ 13504 પર ટ્રેડ થઈ રહ્યો છે. બે મહિનામાં 20 ટકાથી વધુના રિટર્ન બાદ તે કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. એવું બને કે ડિસેમ્બરનું અંતિમ પખવાડિયું માર્કેટ થોડું કરેક્શન અને કોન્સોલિડેશન દર્શાવે અને જાન્યુઆરી દરમિયાન નવી ટોચ તરફ પ્રયાણ કરે. નિફ્ટીનું નજીકનું ટાર્ગેટ 13700 અને 14000 છે. જ્યારે તેને 13110નો સપોર્ટ છે. જેના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવવી.
ઈન્ડિયા વીઆઈએક્સમાં સાધારણ વૃદ્ધિ
વોલેટિલિટી ઈન્ડેક્સ અંતિમ બે સત્રોથી મજબૂતી દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે આગામી સત્રોમાં ઈન્ટ્રા-ડે વોલેટિલિટીમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. એનો અર્થ એ છે કે ટ્રેડર્સને ઈન્ટ્રા-ડે બે બાજુ રમવાની તક મળશે. જોકે માર્કેટમાં યુ-ટર્નની શક્યતા નથી.
તમામ સેક્ટરલ ઈન્ડાઈસીસ નરમ
મંગળવારે માર્કેટમાં બ્રોડ બેઝ પ્રોફિટ બુકિંગ છે એમ કહી શકાય. કેમકે તમામ સેક્ટરલ સૂચકાંકો રેડ ટ્રેડ થઈ રહ્યાં છે. જેમાં બેંકિંગ, એફએમસીજી, રિઅલ્ટી, પીએસયૂ બેંક્સ અગ્રણી છે. એફએમસીજી ઈન્ડેક્સ 1.32 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવી રહ્યો છે. જ્યારે બેંક નિફ્ટી 1.05 ટકાનો ઘટાડો દર્શાવે છે. પીએસયૂ બેંક ઈન્ડેક્સ 2.6 ટકા સાથે ઊંધા માથે પટકાયો છે. રિઅલ્ટીમાં પણ 1.24 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
મીડ-કેપ્સમાં પણ વિરામ
મીડ-કેપ્સ કાઉન્ટર્સ વિરામ દર્શાવી રહ્યાં છે. બીએસઈ ખાતે 2900થી વધુ ટ્રેડેડ કાઉન્ટર્સમાં 1263માં સુધારા સામે 1503માં નરમાઈ જોવા મળી રહી છે. જે સૂચવે છે કે ટ્રેડર્સ પ્રોફિટ બુકિંગના મૂડમાં છે. આનો અર્થ એ પણ છે કે ભાવ એ સ્તરે પહોંચી ગયા છે કે પ્રોફિટ બુકિંગ આવશ્યક છે અને આ ફેઝ એકાદ મહિનાનો હોય શકે છે. જે દરમિયાન પોર્ટફોલિયામાં ચર્નિંગ જોવા મળશે. સોમવારે 540 કાઉન્ટર્સ સામે મંગળવારે માત્ર 304 કાઉન્ટર્સ ઉપલી સર્કિટમાં જોવા મળી રહ્યાં છે. જે આ બાબતનો પુરાવો છે.
સેન્સેક્સના 30માંથી 13 કાઉન્ટર્સમાં મજબૂતી
સેન્સેક્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ બંધુઓ, ટેક મહિન્દ્રા, એનટીપીસી, એચડીએફસી, એચસીએલ ટેક, એચડીએફસી બેંક, કોટક બેંક જેવા કાઉન્ટર્સ અડધાથી બે ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. જ્યારે આસીઆઈસીઆઈ બેંક, લાર્સન, એસબીઆઈ, નેસ્લે, એક્સિસ બેંક વગેરેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
સોનું-ચાંદી મજબૂત
એમસીએક્સ ખાતે સિલ્વર એક ટકાથી વધુ જ્યારે સોનું 0.71 ટકાની મજબૂતી દર્શાવી રહ્યુ છે. ચાંદી રૂ. 64112ના સ્તરે જ્યારે સોનું રૂ. 49286ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે.