મીડ-ડે માર્કેટ
નિફ્ટી 15300 પાર કર્યું
બેન્ચમાર્ક નિફ્ટી ત્રણેક દિવસના કોન્સોલિડેશન બાદ ફરી નવા ઝોનમાં પ્રવેશ્યો છે. તેણે સોમવારે 15321ની નવી ટોચ દર્શાવી છે અને 138 પોઈન્ટ્સ મજબૂતી સાથે તે 15304 પર ટ્રેડ કરી રહ્યો છે. બેન્ચમાર્કે સેન્સેક્સ પણ 52000ની સપાટીને પાર કરી ગયો છે. એશિયન બજારોની સાથે ભારતીય બજાર તાલ મિલાવી રહ્યું છે. બજારમાં બ્રોડ બેઝ બાઈંગ જોવા મળી રહ્યું છે.
બેંકિંગનો મુખ્ય સપોર્ટ
બજારને બેંકિંગ શેર્સ તરફથી મહત્વનો સપોર્ટ મળી રહ્યો છે. બેંક નિફ્ટી 36854ની સર્વોચ્ચ ટોચ દર્શાવીને 37765 પર ટ્રેડ કરી રહ્યો છે. ખાનગી બેંકિંગ શેર્સ સારો દેખાવ દર્શાવી રહ્યાં છે. જેમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક 3 ટકાનો સુધારો દર્શાવે છે. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક 2.5 ટકા, એક્સિસ બેંક 2.5 ટકા, આરબીએલ બેંક 2.5 ટકા, કોટક બેંક 2 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. પીએસયૂ બેંક્સમાં એસબીઆઈ, પીએનબી અને બીઓબી સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે.
ઈન્ડિયા વીક્સમાં 6 ટકાનો ઘટાડો
વોલેટિલિટીનો માપદંડ એવા ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સમાં 5.55 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા સપ્તાહે 25 સુધીનું સ્તર દર્શાવનાર ઈન્ડેક્સ આજે 21.77 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે તેજીવાળાઓ માટે રાહતની બાબત છે. આનો અર્થ બજારમાં આગામી દિવસોમાં વધઘટમાં ઘટાડો થશે એવો થાય છે.
માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ
મીડ અને સ્મોલ-કેપ્સમા ખરીદી પાછળ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી રહી છે. જોકે બેન્ચમાર્ક એક ટકાથી વધુ મજબૂત હોય અને નવી ટોચ પર ટ્રેડ કરી રહ્યાં હોય ત્યારે હોવી જોઈએ તેવી માર્કેટ બ્રેડ્થ નથી. જે સૂચવે છે કે ટ્રેડર્સ ફરી લાર્જ-કેપ્સ તરફ વળ્યાં છે. બીએસઈ ખાતે 3010 ટ્રેડડ કાઉન્ટર્સમાંથી 1509 પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે જ્યારે 1338 અગાઉના બંધ સામે ઘટાડો નોંધાવે છે. એનએસઈ ખાતે નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.34 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 0.84 ટકા મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
કેટલાક મીડ-કેપ આઉટપર્ફોર્મર્સ
મીડ-કેપ સેગમેન્ટમાં ભારે લેવાલી દર્શાવતાં કાઉન્ટર્સમાં ચોલામંડલમ 12 ટકા, એપોલો હોસ્પિટલ 10 ટકા, અદાણી ટોટલ ગેસ 10 ટકા, એમએન્ડએમ ફાઈનાન્સિયલ 7 ટકા, એબી કેપિટલ 6 ટકા, એલઆઈસી હાઉસિંગ ફાઈ. 7 ટકા, એલેડ ફાઈનાન્સ 6 ટકા, ઓબેરોય રિઅલ્ટી 4 ટકા, આરઈસી 4 ટકાનો સમાવેશ થાય છે.