માર્કેટ ઓપનીંગ
એશિયન બજારોમાં મજબૂતી
ગયા સપ્તાહાંતે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 28 પોઈન્ટ્સના સુધારે 31458ની સર્વોવ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. નાસ્ડેક 70 પોઈન્ટ્સ ઉછળી 14095ની ઓલ-ટાઈમ હાઈ પર બંધ રહ્યો હતો. એશિયન બજારોમાં ચીન અને હોંગકોંગને બાદ કરતાં અન્ય બજારો કામકાજ કરી રહ્યાં છે જેમાં નિક્કાઈ 1.18 ટકા, સિંગાપુર 0.61 ટકા, તાઈવાન 0.61 ટકા અને કોરિયા 1.5 ટકાની વૃદ્ધિ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 83 પોઈન્ટ્સ સુધારા સાથે 15241 પર ટ્રેડ થઈ રહી છે. જે સૂચવે છે કે સ્થાનિક માર્કેટ પણ લગભગ આ સ્તર આસપાસ ખૂલશે. જો તે 15257ની ગયા બુધવારે દર્શાવેલી ટોચને પાર કરી જશે તો નવા ઝોનમાં પ્રવેશ કરશે. 15550 નવો ટાર્ગેટ રહેશે. જોકે રોકાણકારોએ લોંગ પોઝીશન માટે 14950ના સ્ટોપલોસનું પાલન કરવાનું રહેશે.
ક્રૂડમાં સતત તેજી, ભાવ 13 મહિનાની ટોચ પર
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં તેજીનો નવો દોર શરૂ થયો છે. છેલ્લા ઘણા સત્રોમાં 60 ડોલર આસપાસ કોન્સોલિડેટ થયા બાદ બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.53 ટકાના સુધારે 64 ડોલર પ્રતિ બેરલની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જે જાન્યુઆરી 2020 પછીનું ટોચનું સ્તર છે. ક્રૂડના ભાવ ઓવરબોટ ઝોનમાં છે. જોકે આર્થિક રિકવરીને લઈને જોવા મળી રહેલા આશાવાદ પાછળ કોમોડિટીના ભાવ અંતિમ 12 સપ્તાહથી સતત સુધારાતરફી રહ્યાં છે.
સોનુ-ચાંદીમાં સુધારાના સંકેત
નવા સપ્તાહની શરુઆત બુલિયનમાં પોઝીટીવ રહેવાના સંકેતો મળી રહ્યાં છે. વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર 2 ડોલરના સુધારા સાથએ 1825 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર ફ્યુચર 1.15 ટકા મજબૂતી સાથે 27.64 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે એમસીએક્સ ખાતે મજબૂત ઓપનીંગ રહેશે તેમ જણાવે છે. ગયા શુક્રવારે એમસીએક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર રૂ. 163ના સુધારે રૂ. 47345 પર જ્યારે સિલ્વર ફ્યુચર રૂ. 692ના સુધારે રૂ. 69184 પર બંધ રહ્યાં હતાં. સોમવારે ચાંદી રૂ. 70000ના સ્તરને પાર કરવાનો પ્રયાસ કરી શકે છે. કોપરમાં આગઝરતી તેજીને જોતાં ચાંદીમાં પણ ઝડપી સુધારાની પૂરી શક્યતા છે.
મહત્વની હેડલાઈન્સ
- ઓએનજીસીએ પોતાનો ગેસ ખરીદવા માટે સબસિડિયરીની સ્થાપના કરી.
- સરકારે હાઈવે બાંધકામનો ખર્ચ ઘટાડાવા માટે સ્ટીલ પરના પ્રતિબંધો હળવા કર્યાં.
- નોન-લાઈફ ઈન્શ્યોરર્સના ડાયરેક્ટ પ્રિમિયમમાં જાન્યુઆરીમાં 6-7 ટકા વૃદ્ધિ જોવા મળી.
- નાણા મંત્રાલય જનરલ ઈન્શ્યોરન્સ કંપનીમાં ચાલુ ક્વાર્ટરમાં રૂ. 3000 કરોડ ઉમેરશે.
- સેલ્સ રિટર્નમાં નોંધપાત્ર ગરબડ પાછળ જીએસટી ઓફિસર્સ ટેક્સદાતાના રજિસ્ટ્રેશનને તત્કાળ સસ્પેન્ડ કરી શકશે.
- એમજી મોટર ભારતના ઈલેક્ટ્રીક વેહીકલ માર્કેટમાં 30 ટકા હિસ્સાની અપેક્ષા રાખી રહી છે.
- આરબીઆઈ 40 વર્ષ માટેના નવા બેન્ચમાર્ક બોન્ડ્સ સોમવારે ઈસ્યુ કરીને રૂ. 7000 કરોડ ઊભા કરશે.
- વિતેલા સપ્તાહે ફોરિન એક્સચેન્જ રિઝર્વ્સમાં 6.24 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો અને તે 583.94 અબજ ડોલર પર રહ્યું હતું.
- ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો ડબલ થઈ રૂ. 1384 કરોડ રહ્યો.
- નાલ્કોએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 240 કરોડનો ચોખ્ખો નફો રળ્યો. આવક 14 ટકા વધી રૂ. 2378 કરોડ રહી.
- એપોલો હોસ્પિટલ્સે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 130 કરોડ નફો નોંધાવ્યો. આવક 5 ટકા ઘટી.