મીડ-ડે માર્કેટ
નોંધપાત્ર
નિફ્ટીમાં સાંકડી રેંજમાં પોઝીટીવ ટ્રેડ
ભારતીય બજાર સાધારણ પોઝીટીવ ખૂલ્યાં બાદ એક તબક્કે પળવાર માટે નેગેટિવ બની પોઝીટીવ ઝોનમાં પરત ફર્યું હતું. નિફ્ટીએ 14690ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી હતી અને ત્યારબાદ તે રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવી રહ્યો છે. વૈશ્વિક બજારો પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે અને તેની પાછળ સ્થાનિક બજાર પણ કોવિડ સંક્રમણને બાજુ પર રાખી સુધારાતરફી ચાલ જાળવી રાખી શકે છે.
ઓટો, આઈટી અને મેટલમાં નોંધપાત્ર લેવાલી
ભારતીય બજારને ઓટો, આઈટી અને મેટલ્સ તરફથી સપોર્ટ સાંપડ્યો છે. ઓટો ઈન્ડેક્સ 1.5 ટકાથી વધુ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જેમાં ભારત ફોર્જ, મધરસન સુમી, એમએન્ડએમ, ટીવીએસ મોટર, ટાટા મોટર્સ, હીરોમોટોકોર્પ, આઈશર મોટર્સ અગ્રણી છે. આ તમામ કાઉન્ટર્સ 1.5 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં છે.
આઈટીમાં વિપ્રોની આગેવાનીમાં સુધારો
આઈટી કાઉન્ટર્સમાં વિપ્રોએ આગેવાની લીધી છે. શેર સારા પરિણામો પાછળ 9 ટકાથી વધુ સુધરી સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો છે. જ્યારે તે સિવાય કોફોર્જ બીજા દિવસે 5 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. એચસીએલ ટેક્નોલોજી, એલએન્ડટી ઈન્ફોટેક અને ટેક મહિન્દ્રા પણ મજબૂતી દર્શાવી રહ્યાં છે. જ્યારે ટીસીએસ અને ઈન્ફોસિસ નરમાઈ સૂચવે છે.
એલ્યુમિનિયમમાં સર્વોચ્ચ સપાટી પાછળ મેટલ્સ મજબૂત
એમસીએક્સ ખાતે એલ્યુમિનિયમના ભાવ તેની સર્વોચ્ચ સપાટી પર પહોંચતાં એલ્યુમિયમ શેર્સમાં સારી તેજી જોવા મળી છે. હિંદાલ્કો 5 ટકાથી વધુ સુધરી રૂ. 373ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. એ સિવાય હિંદ કોપર, નાલ્કો, એપીએલ એપોલો, વેદાંતા, એનએમડીસી, જિંદાલ સ્ટીલ, સેલ અને ટાટા સ્ટીલમાં પણ પોઝીટીવ ટ્રેડ જોવા મળી રહ્યો છે.
બેંકિંગમાં નરમાઈ
ગુરુવારે એક ટકાથી વધુ સુધારો દર્શાવનાર બેંકિંગ આજે ફરી નરમ પડ્યું હતું. બેંક નિફ્ટી 0.14 ટકાના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. જોકે આમ થતાં કેટલાક બેંકિંગ શેર્સ પોઝીટીવ સુધારો દર્શાવી રહ્યાં છે. જેમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, પીએનબી, એચડીએફસી બેંક અને ઈન્ડસઈન્ડ બેંક ગ્રીન ઝોનમાં જોવા મળે છે.
ગોલ્ડ-સિલ્વર ફરી નરમ
ગુરુવારે રૂ. 47 હજારનું સ્તર પાર કરી જનાર ગોલ્ડ ફરી નરમાઈ દર્શાવે છે. અત્યારે તે રૂ. 210ના ઘટાડે રૂ. 46965ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે સિલ્વર વાયદો રૂ. 68120ના સ્તરે રૂ. 420ની નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. બેઝ મેટલ્સમાં પણ નરમાઈ જોવા મળી રહી છે.