મીડ-ડે માર્કેટ
બેન્ચમાર્ક નિફ્ટીએ 13600 પણ વટાવ્યું
બેન્ચમાર્ક નિફ્ટી ફ્લાઈંગ બેન્ચમાર્ક બની રહ્યો છે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મધ્ય સુધીમાં તે 10800થી 13600ની સપાટી વટાવી ચૂક્યો છે. અગાઉ આ પ્રકારનો મોટો ઉછાળો ભાગ્યે જ જોવા મળ્યો છે. અંતિમ 47 સત્રોમાં તેણે સતત બે દિવસ માટે નેગેટિવ ક્લોઝ નથી દર્શાવ્યું. બુધવારે તે 13666ની ટોચ બનાવી નીચામાં 13623 થઈ ટોચ પર જ ટ્રેડ થઈ રહ્યો છે.
બજારને ઓટો, ફાર્મા, મેટલ, પીએસઈ, રિઅલ્ટીનો વ્યાપક સપોર્ટ
બુધવારે તમામ સેક્ટરલ સૂચકાંકો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં 4 ટકા ઉછાળા સાથે નિફ્ટી રિઅલ્ટી સૌથી વધુ મજબૂત જોવા મળી રહ્યો છે. જ્યારે એ સિવાય નિફ્ટી મેટલ 1.3 ટકા, નિફ્ટી એફએમસીજી 0.87 ટકા, નિફ્ટી ફાર્મા 0.92 ટકા, નિફ્ટી પીએસઈ 1 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. નિફ્ટી બેંક 0.36 ટકાની મજબૂતી સૂચવે છે.
સેન્સેક્સના 30માંથી 25 શેર્સ પોઝીટીવ
બેન્ચમાર્ક સેન્સેક્સમાં 30માંથી 25 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં એમએન્ડએમ, ઓએનજીસી, નેસ્લે, એચડીએફસી, એશિયન પેઈન્ટ્સ, લાર્સન, ટીસીએસ અને એચડીએફસી બેંક એક ટકાથી વધુ મજબૂત ટ્રેડ થઈ રહ્યાં છે. બીજી બાજુ ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
બ્રોડ માર્કેટમાં પણ તેજી
બેન્ચમાર્ક નવી ટોચ પર છે ત્યારે બ્રોડ માર્કેટમાં પણ તેજી જળવાય છે. બીએસઈ ખાતે 1872 કાઉન્ટર્સ પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે 978 કાઉન્ટર્સ નરમાઈ સૂચવી રહ્યાં છે. આમ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ છે. 372 કાઉન્ટર્સ ઉપલી સર્કિટ ફિલ્ટર્સમાં બંધ જોવા મળે છે. જ્યારે 271 શેર્સે 52-સપ્તાહની ટોચ દર્શાવી રહ્યાં છે.
મીડ-કેપ પીએસયૂમાં આક્રમક લેવાલી
બીજી હરોળના જાહેર સાહસોમાં તીવ્ર લેવાલી જોવા મળી રહી છે. હિંદુસ્તાન કોપર વધુ 15 ટકા સાથે રૂ. 59ની સપાટી પાર કરી ગયો છે. એ સિવાય એનએચપીસી, એમએમટીસી જેવા કાઉન્ટર્સમાં પણ ખરીદી જોવા મળી રહી છે.
સોનું-ચાંદી મજબૂત
એમસીએક્સ ખાતે બુલિયનમાં મજબૂતી જોવા મળી રહી છે. સિલ્વર માર્ચ વાયદો 1 ટકાથી વધુ સુધારે રૂ. 65540ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ગોલ્ડ ફેબ્રુઆરી વાયદો 0.32 ટકા સાથે રૂ. 49600 પર ટ્રેડ થઈ રહ્યો છે. કોપર પણ રૂ. 600 પર કોન્સોલિડેટ થઈ રહ્યું છે.