Mid Day Market 16 March 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ મીડ-ડે

નિફ્ટી ફરી 15000ને પાર કરવામાં સફળ

વૈશ્વિક બજારોમાં મજબૂતી પાછળ સ્થાનિક બજાર ફરી મજબૂતી દર્શાવી રહ્યું છે. બેન્ચમાર્ક નિફ્ટી 15000ને પાર કરવામાં સફળ રહ્યો છે અને હાલમાં તે આ સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. મહત્વની બાબત એ છે કે બજાર અત્યાર સુધી ગ્રીન ઝોનમાં જ ટ્રેડ થયો છે અને કોન્સોલિડેશન દર્શાવી રહ્યો છે.

નિફ્ટી આઉટપર્ફોર્મર્સ

નિફ્ટીમાં સારો દેખાવ દર્શાવનારા કાઉન્ટર્સમાં એશિયન પેઈન્ટ્સ(4 ટકા), એચસીએલ ટેક(2.27 ટકા), ટીસીએસ(2 ટકા), ડો. રેડ્ડીઝ લેબ્સ(2 ટકા), ભારતી એરટેલ(2 ટકા), વિપ્રો(2 ટકા), આઈટીસી(1.4 ટકા)નો સમાવેશ થાય છે.

ઈન્ડિયા વીક્સ ગગડ્યો

માર્કેટમાં સ્થિરતા પરત ફરી રહી હોવાનો સંકેત આપતાં વોલેટિલિટીનો માપદંડ એવા ઈન્ડિયા વીક્સ 5 ટકા ઘટી 20.13 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે અંતિમ એક મહિનાથી પણ વધુ સમયનું તળિયું છે. આમ બજાર આગામી દિવસોમાં એક દિશામાં ચાલ દર્શાવી શકે છે.

આઈટીમાં જોવા મળતી નોંધપાત્ર ખરીદી

નિફ્ટી આઈટી આજે પણ પોણા બે ટકાની મજબૂતી દર્શાવી રહ્યો છે. સોમવારે પણ તે 0.7 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી આઈટીને મીડ-કેપ કાઉન્ટર્સ તરફથી મહત્વનો સપોર્ટ મળી રહ્યો છે. જેમાં કોફોર્જ 6 ટકા, એમ્ફેસિસ 6 ટકા, માઈન્ડટ્રી 5 ટકા, એચસીએલ ટેક 2 ટકા, ટીસીએસ 2 ટકા અને વિપ્રો 1.6 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.

બેંકિંગમાં સતત બીજા દિવસે નરમાઈ

બેંક નિફ્ટી 0.2 ટકા નરમાઈ દર્શાવી રહ્યો છે. બેંક નિફ્ટી સાંકડી રેંજમાં અથડાયેલો જોવા મળે છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક, પીએનબી, આરબીએલ બેંક, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, બંધન બેંક, એચડીએફસી બેંક અને એક્સિસ બેંકમાં નરમાઈ જોવા મળે છે.

સ્મોલ અને મીડ-કેપ્સમાં સાધારણ મજબૂતી

નિફ્ટી મીડ-કેપ 0.4 ટકાની મજબૂતી દર્શાવે છે. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 0.33 ટકાનો સુધારો દર્શાવે છે. મીડ-કેપ્સમાં દાલમિયા ભારત, એમ્ફેસિસ, ફોર્ટિસ હેલ્થ, એડલવેઈસ, ગુજરાત ગેસ, એલએન્ડટી ટેક્નોલોજી, એલઆઈસી હાઉસિંગ, એયુ સ્મોલ ફાઈ., ડો. લાલ પેથલેબ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગમાં 3 ટકાથી વધુનો સુધારો જોવા મળી રહ્યો છે.

ગોલ્ડ-સિલ્વરમાં નરમ ટ્રેડ

એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 40ના ઘટાડા સાથે રૂ. 44860 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર વાયદો રૂ. 267ની નરમાઈ સાથે રૂ. 67402 પર ટ્રેડ થાય છે. આમ બંને કિંમતી ધાતુઓ નરમાઈ સૂચવે છે. જ્યારે બેઝ મેટલ્સમાં પણ કોપર, નીકલ, એલ્યુમિનિયમ, ઝીંકમાં નરમાઈ જોવા મળી રહી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage