મીડ-ડે માર્કેટ
ભારતીય બજાર હરિફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવવા સાથે એક ટકો પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યું છે. ગયા શુક્રવારે 14678ના બંધ સામે બેન્ચમાર્ક નિફ્ટી આજે 14825ની ટોપ બનાવી 14820 પર ટ્રેડ થઈ રહ્યો છે. બેંકિંગ બજારની તેજીનું મુખ્ય ચાલકબળ છે. નિફ્ટી શેર્સમાં ટોચના પાંચ ગેઈનર્સમાં એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક જેવા બેંક શેર્સનો સમાવેશ થાય છે. ઉપરાંત બજાજ ફિનસર્વ પણ 3 ટકા જેટલો ઉછળ્યો છે. કોટક મહિન્દ્રા બેંક પણ મજબૂતી દર્શાવી રહ્યો છે.
ઈન્ડિયા વિક્સ 20ની અંદર ઉતરી ગયો
વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 20ની સપાટીની નીચે ઉતરી ગયો છે. તે 5 ટકા ઘટાડા સાથે 19.34 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે આગામી દિવસોમાં માર્કેટ એક દિશામાં ટ્રેડ દર્શાવવા તૈયાર થઈ રહ્યું છે. જોકે આ માટે વૈશ્વિક બજારોમાં સ્થિરતા સ્થપાય તે જરૂરી છે.
પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3.30 ટકા મજબૂતી
જાહેર ક્ષેત્રની બેંક્સમાં મજબૂત ખરીદી જોવા મળી રહી છે. જેમાં બેંક ઓફ બરોડા 5 ટકા સાથે રૂ. 78 પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જ્યારે એસબીઆઈ 4.5 ટકા, કેનેરા બેંક 2.5 ટકા, પીએનબી 2.5 ટકા, સેન્ટ્રલ બેંક 2.3 ટકા, યુનિયન બેંક 2.2 ટકાનો સુધારો દર્શાવી રહી છે.
ડિફેન્સિવ્સમાં નરમાઈ
ડિફેન્સિવ નેચરના ગણાતાં આઈટી અને ફાર્મા ક્ષેત્રો નરમાઈ દર્શાવી રહ્યાં છે. આઈટી ઈન્ડેક્સ સાધારણ ઘટાડો નોંધાવી રહ્યો છે. જ્યારે ફાર્મા ઈન્ડેક્સ 0.34 ટકાની નરમાઈ સૂચવે છે. જોકે એફએમસીજી ઈન્ડેક્સમાં 0.11 ટકાનો સાધારણ સુધારો જોવા મળી રહ્યો છે.
ઓટો ક્ષેત્રે સારી લેવાલી
ઓટોમોબાઈલ શેર્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી ઓટો 1.8 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યો છે. જેમાં બાલક્રિષ્ણ ઈન્સ્ટ્રીઝ 10 ટકા સાથે ટોચ પર છે. એ ઉપરાંત મધરસન સુમી 4 ટકા, અશોક લેલેન્ડ 2.3 ટકા, ટાટા મોટર્સ 2.4 ટકા, આઈસર મોટર 2.35 ટકા, ટીવીએસ મોટર 2 ટકા અને એમઆરએફ ટાયર 2 ટકાનો સમાવેશ થાય છે.
મેટલ્સમાં સતત બીજા દિવસે નરમાઈ
નિફ્ટી મેટલમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે અને ગયા શુક્રવારે તીવ્ર ઘટાડા બાદ તે આજે પણ નરમાઈ દર્શાવી રહ્યો છે. જેમાં સૌથી વધુ એનએમડીસી 2.3 ટકા, સેઈલ 2 ટકા, ટાટા સ્ટીલ 1.5 ટકા, હિંદ કોપર 1.3 ટકા, કોલ ઈન્ડિયા 1 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.
Mid Day Market 17 May 2021
May 17, 2021