મીડ-ડે માર્કેટ
બેન્ચમાર્ક નિફ્ટી 12934ની ટોચ બનાવીને 12845ના સ્તરે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યો છે. શરુઆતી ટ્રેડમાં સેન્સેક્સ પ્રથવાર 44000ના સ્તરને પાર કરી ગયો હતો. વૈશ્વિક બજારોનો સારો સપોર્ટ મળ્યો હતો.
માર્કેટને સ્ટીલ-બેંકિંગનો સપોર્ટ
બેન્ચમાર્ક કાઉન્ટર્સમાં ટાટા સ્ટીલ 7 ટકા સાથે સૌથી વધુ મજબૂતી દર્શાવતો હતો. એ સિવાય એસબીઆઈ, એચડીએફસી બેંક, લાર્સન, ઈન્ડસઈન્ડ બેંક, ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ, સન ફાર્મા અને મારુતિમાં મજબૂતી જોવા મળતી હતી. જ્યારે બીજી બાજુ પીએસયૂ કાઉન્ટર્સ એનટીપીસી અને ઓએનજીસીમાં નરમાઈ જોવા મળી હતી. આઈસીઆઈસીઆઈ બેંક પણ એક ટકાથી વધુ નરમ ટ્રેડ થઈ રહી હતી.
માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ
મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે 1390 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યાં હતાં. જ્યારે 1235 કાઉન્ટર્સમાં નરમાઈ જોવા મળી રહી હતી.
અદાણી જૂથના શેર્સ નવી ટોચ પર
અદાણી જૂથના શેર્સમાં સાર્વત્રિક ખરીદી જોવા મળી રહી હતી. અદાણી ગ્રીન એનર્જી સતત ત્રીજા દિવસે રૂ. 1000 પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જ્યારે એજીએલ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઇઝિસ પણ તેમની નવી ટોચ દર્શાવી રહ્યાં હતાં. અદાણીએ ડીએચએફએલની તમામ એસેટ્સ ખરીદવા માટે એક બીડ કર્યું છે.
મીડ-કેપ્સમાં ઝંઝાવાતી તેજી
મીડ-કેપ કાઉન્ટર્સમાં કેટલાક કાઉન્ટર્સ 15 ટકા સુધીનો ઉછાળો દર્શાવતાં હતાં. જેમાં આઈઆઈએફએલ 15 ટકા સાથે એ જૂથના શેર્સમાં સૌથી વધુ સુધર્યો હતો. ત્યારબાદ અદાણી ગેસ(14 ટકા), એસ્ટ્રાલ(11 ટકા), એસએચકે(11 ટકા), ટાટા સ્ટીલ પીપી(9 ટકા), માસ ફાઈનાન્સ(9 ટકા), ટાટા મોટલ(9 ટકા), ઈન્ડિયન હોટેલ(9 ટકા), એમએમટીસી(8 ટકા) અને વીઆરએલ(7 ટકા)નો સમાવેશ થાય છે.