મીડ-ડે માર્કેટ
નિફ્ટી 13771ની ટોચ બનાવી 13659નું તળિયું બનાવી 13706ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. લાંબા સમયબાદ નિફ્ટી મોટાભાગનો સમય નેગેટિવ ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સ્પષ્ટપણે તે વિરામ લેવા માટે છે તેનો સંકેત છે. બજાર માટે કુલ ઓફ થવું જરૂરી છે એવું અગાઉ પણ જણાવ્યું છે. ટ્રેડર્સે પ્રોફિટ બુક કરવો જોઈએ. હાથ પર કેશનું પ્રમાણ વધારવું જોઈએ. વ્યક્તિગત કાઉન્ટર્સમાં 10-15 ટકા કરેક્શન બાદ પુનઃ પ્રવેશ કરવો જોઈએ.
આઈટી, ફાર્મા અને એમએનસી સિવાય નરમાઈ
નિફ્ટીને આજે આઈટી ક્ષેત્ર સપોર્ટ પૂરો પાડી રહ્યું છે. નિફ્ટી આઈટી 1.81 ટકા મજબૂતી સાથે 23307 પર ટ્રેડ કરી રહ્યો છે. ઈન્ફોસિસ 2.5 ટકાથી વધુના સુધારે રૂ. 1200ના સ્તર નજીક પહોંચ્યો છે. તેમજ રૂ. 5 લાખ કરોડના માર્કેટ-કેપ નજીર પહોંચ્યો છે. જે આમ દર્શાવનાર પાંચમી કંપની બની છે. એચસીએલ ટેક્નોલોજી અને ટીસીએસ પણ 2 ટકા આસપાસની વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે. સેન્સેક્સના 30માંથી 12 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 18 કાઉન્ટર્સ નેગેટિવ ઝોનમાં ચાલી રહ્યાં છે. ટાઈટન, નેસ્લે, એચયૂએલ, એશિયન પેઈન્ટ્સ જેવા કાઉન્ટર્સ પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
મીડ, સ્મોલ-કેપ્સમાં પ્રોફિટ બુકિંગ
લાંબા સમયથી અવિરત તેજીમાં રહ્યાં બાદ મીડ અને સ્મોલ-કેપ્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. બીએસઈ ખાતે 2942 ટ્રેડડ કાઉન્ટર્સમાંથી 1790 નેગેટિવ દર્શાવી રહ્યાં છે. જ્યારે 1003 પોઝીટીવ ઝોનમાં ટ્રેડ પામી રહ્યાં છે. જે સૂચવે છે કે ઊંચા સ્તરે સ્માર્ટ ટ્રેડર્સ તેમની પોઝીશન હળવી કરી રહ્યાં છે. રિટેલ ટ્રેડર્સે પણ તેમને અનુસરવાનો સમય છે અને ઘટાડે બજારમાં પુનઃ પ્રવેશ કરવો જોઈએ.
એ જૂથના કેટલાક આઉટપર્ફોર્મર
બીએસઈ ખાતે કેટલાક એ જૂથના આઉટપર્ફોર્મરમાં ડીસીએમ શ્રીરામ(13 ટકા), એલટીટીએસ(11 ટકા), હોકિન્સ કૂકર(9 ટકા), ગુજરાત આલ્કલીઝ(6 ટકા), બીસોફ્ટ(5 ટકા), ઓરિએન્ટ સિમેન્ટ(5 ટકા)નો સમાવેશ થાય છે.
સોનું-ચાંદી સાધારણ નરમ
સતત ત્રણ દિવસ નોંધપાત્ર ઉછાળા બાદ બુલિયનમાં સાધારણ કરેક્શન જોવા મળી રહ્યું છે. જોકે બંને ધાતુઓ તેમના સપોર્ટ ઉપર ટ્રેડ થઈ રહી છે. ચાંદી 1.02 ટકા ઘટાડે રૂ. 67571 અને સોનું 0.35 ટકા ઘટાડે રૂ. 50221 પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. ચાંદીને રૂ. 66500 અને સોનાને રૂ. 50000નો મહત્વનો સપોર્ટ છે. જેના સ્ટોપલોસે લોંગ પોઝીશન બનાવી શકાય.
ડાઉ ફ્યુચર્સમાં સાધારણ નરમાઈ
બપોરે ડાઉ ફ્યુચર્સ 71 પોઈન્ટ્સના ઘટાડે 30131ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. જે સૂચવે છે કે સાંજે યુએસ બજાર નરમ ખૂલી શકે છે.