મીડ-ડે માર્કેટ
આરંભિક બે કલાકમાં ચોપી ટ્રેડ
વૈશ્વિક બજારોમાં સ્પષ્ટ ટ્રેન્ડના અભાવે સ્થાનિક બજાર પણ દિશાહીન ટ્રેડ દર્શાવી રહ્યું છે. બેન્ચમાર્ક્સ બે બાજુની સાંકડી વધ-ઘટ વચ્ચે ટ્રેડ થઈ રહ્યાં છે. નિફ્ટી 15251ની ટોચ બનાવી 15199નું તળિયું બનાવી હાલમાં 15204 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ હજુ સુધી તે 50 પોઈન્ટ્સની રેંજમાં અથડાઈ રહ્યો છે. માર્કેટને સ્ટોક સ્પેસિફિક સપોર્ટ સાંપડી રહ્યો છે.
ઓએમસીમાં લેવાલી
જો કોઈ સમગ્ર ક્ષેત્રે લેવાલીની વાત કરીએ તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેર્સ સુધારો દર્શાવી રહ્યાં છે. જેમાં એચપીસીએલ 5 ટકાથી વધુના સુધારે રૂ. 248 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે આઈઓસી અને બીપીસીએલ પણ 4 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે. ક્રૂડના ભાવ તેની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે ત્યારે ઓએમસીમાં સુધારાનું કારણ સરકાર તરફથી ફ્યુચલ પ્રોડક્ટ્સને જીએસટીમાં સમાવવા સંબંધી કોઈ ફેરફાર કારણ તરીકે જોવામાં આવી રહ્યો છે.
મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં જળવાયેલી લેવાલી
લાર્જ-કેપ્સ સાઈડલાઈન જોવા મળી રહ્યાં છે. ત્યારે મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી જોવા મળી રહી છે. જેમાં નિફ્ટી મીડ-કેપ 0.8 ટકા જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 1.2 ટકાનો મજબૂત સુધારો દર્શાવી રહ્યાં છે. બીએસઈ ખાતે 2800 ટ્રેડેડ કાઉન્ટર્સમાં 1650 પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 998 નેગેટિવ ટ્રેન્ડ દર્શાવી રહ્યાં છે.
મીડ-કેપ આઉટ પર્ફોર્મર્સ
મીડ-કેપ આઉટપર્ફોર્મર્સમાં યુનિયન બેંક 15 ટકાનો ઉછાળો દર્શાવી રહ્યો છે. જ્યારે ગુજરાત ગેસ 12 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ 11 ટકા, બેંક ઓફ ઈન્ડિયા 10 ટકા, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ 8 ટકા, રાજેશ એક્સપોર્ટ્સ 6 ટકા, પ્રેસ્ટીજ એસ્ટેટ 6 ટકા, મહાનગર ગેસ 5 ટકા અને સેઈલમાં 4.5 ટકાનો સુધારો જોવા મળી રહ્યો છે.
સ્મોલકેપ આઉટપર્ફોર્મર્સ
સ્મોલ-કેપ આઉટપર્ફોર્મર્સમાં જીએમએમ ફોડલર 12 ટકા, એનબીસીસી 7 ટકા, બલરામપુર ચીની 7 ટકા, ઈન્ડિયામાર્ટ 7 ટકા, એમએમટીસી 6 ટકા, જીએનએફસી 5 ટકા, કેન ફીન હોમ્સ 4 ટકા, ડીસીબી બેંક 4 ટકા, મોઈલ 4 ટકા, સીએસબી બેંક 4 ટકાનો સમાવેશ થાય છે.
વીક્સમાં સતત ત્રીજા દિવસે નરમાઈ
ઈન્ડિયા વિક્સ 0.33 ટકાના ઘટાડે 21.44ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ વોલેટિલિટીમાં ઘટાડો જળવાયો છે. જે સૂચવે છે કે આગામી કેટલાક સત્રોમાં બજારમાં કોન્સોલિડેશન બાદ સુધારાતરફી ચાલ જોવા મળી શકે છે.
નિફ્ટી પીએસયૂ બેંક્સમાં વધુ 6 ટકાનો ઉછાળો
નિફ્ટી પીએસયૂ બેંક્સમાં સતત ત્રીજા દિવસે તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાનગીકરણ માટે પસંદ કરવામાં આવેલી પીએસયૂ બેંક્સના શેર્સ સતત ત્રીજા દિવસે બાયર સર્કિટ્સમાં જોવા મળી રહ્યા છે. એ સિવાયના પીએસયૂ શેર્સ પણ ખરીદી દર્શાવી રહ્યાં છે.