Mid Day Market 18 Jan 2021

Mid Day Market 18 Jan 2021

મીડ-ડે માર્કેટ

નિફ્ટી 14300ની નીચે જઈ ટક્યો, સેન્સેક્સ 49000ની નીચે

બેન્ચમાર્ક નિફ્ટી એક તબક્કે ગગડીને 14260ના સ્તરે પટકાયો હતો. જ્યાંથી સાધારણ બાઉન્સ થઈને 14305 પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ 500 પોઈન્ટ્સ જેટલો ગગડ્યો હતો. જ્યાંથી સાધારણ સુધારો દર્શાવીને 350 પોઈન્ટ્સ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક બજારોમાં નરમાઈ પાછળ ભારતીય બજાર પણ પ્રોફિટ બુકિંગનો અનુભવ કરી રહ્યું છે. કોરિયાનું માર્કેટ સતત બીજા દિવસે 1 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યું છે.

મેટલ સહિત ઓટો, આટી, ફાર્મા, રિઅલ્ટીમાં 2-4 ટકાનો ઘટાડો

માર્કેટમાં બ્રોડ બેઝ વેચવાલી જોવા મળી છે. એકમાત્ર એફએમસીજીને બાદ કરતાં તમામ ક્ષેત્રો નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. બેંક નિફ્ટી એક ટકા જેટલો ઘટાડો સૂચવે છે જોકે સૌથી ખરાબ સ્થિતિ તો મેટલની છે. જે 3.8 ટકાનો ઘટાડો દર્શાવે છે. આ ઉપરાંત રિઅલ્ટી 3 ટકા, નિફ્ટી ઓટો 2 ટકા, રિઅલ્ટી 3 ટકા, આઈટી એક ટકા, ફાર્મા 2 ટકાનો ઘટાડો દર્શાવે છે.

મીડ અને સ્મોલ-કેપમાં 2 ટકા સુધીનો ઘટાડો

નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 2 ટકા ડાઉન જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.5 ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે. બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. એક્સચેન્જ ખાતે કુલ ટ્રેડેડ 3019 કાઉન્ટર્સમાંથી 2082 નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે માત્ર 800 પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યાં છે. આમ એક શેરમાં સુધારા સામે અઢી શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ઈન્ડિયન વીઆઈએક્સ 24ને કૂદાવી ગયો

વોલેટિલિટી ઈન્ડેક્સ વધુ 3.37 ટકા ઉછળી છેલ્લા ઘણા સપ્તાહોની ટોચ પર પહોંચ્યો છે. જે સૂચવે છે કે માર્કેટમાં આગામી દિવસોમાં મોટી વધ-ઘટ જોવા મળી શકે છે. સોમવારે વીઆઈએક્સ 24.82ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

માર્કેટ આઉટપર્ફોર્મર્સ

કેટલાક કાઉન્ટર્સ નરમાઈ વચ્ચે સુધારો દર્શાવી રહ્યાં છે. જેમાં યુપીએલ 5 ટકા, જ્યુબિલિઅન્ટ ફૂડ 2.5 ટકા, રિલાયન્સ ઈન્ડ. 1.3 ટકા, હેવેલ્સ 1.3 ટકા, એચડીએફસી બેંક 1.5 ટકા, આઈટીસી 1.4 ટકા, બ્રિટાનિયા અને ટાઈટન ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.

 

સોનું-ચાંદી પોઝીટીવ ઝોનમાં

એમસીએક્સ ખાતે ચાંદી એક ટકાથી વધુના સુધારે રૂ. 65400ના સ્તર પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે સોનુ પણ સાધારણ સુધારા સાથે રૂ. 48851ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યું છે. કોપર, નિકલ, એલ્યુમિનિયમ, ઝીંક અને લેડમાં પણ પોઝીટીવ ટ્રેડ જોવા મળી રહ્યો છે. ક્રૂડ સાધારણ નરમાઈ સૂચવે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage