Mid Day Market 19 April 2021

મીડ-ડે માર્કેટ

નિફ્ટીમાં 14200 હજુ અકબંધ

ભારતીય બજાર સતત ત્રીજા સોમવારે કોવિડના કારણ પાછળ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવી રહ્યું છે. નિફ્ટીએ નીચામાં 14191 બનાવી સાધારણ બાઉન્સ દર્શાવ્યું છે અને તે 14265 પર ટ્રેડ થઈ રહ્યો છે. જો તે 14200 નીચે બંધ આપશે તો માર્કેટમાં ઝડપી ઘટાડો સંભવ છે. જે સ્થિતિમાં 13800 અને 13600ના સપોર્ટ રહેશે.

બેંક નિફ્ટીમાં 4 ટકાથી વધુનો ઘટાડો

બેંક નિફ્ટીએ ફરી એકવાર તીવ્ર ઘટાડો દર્શાવ્યો છે. ઈન્ડેક્સ 30406નું તળિયુ બનાવી 30601 પર ટ્રેડ થઈ રહ્યો છે. પ્રાઈવેટ અને પીએસયૂ બેંકિંગ શેર્સમાં 7 ટકા સુધીનો તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં એયૂ સ્મોલ ફાઈ. બેંક, આરબીએલ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, પીએનબી, ફેડરલ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, ફેડરલ બેંક, પીએનબી તમામ 5 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં છે.

ઈન્ડિયા વીક્સમાં 11 ટકાનો ઉછાળો

ભારતીય બજારમાં વોલેટિલિટીનો માપદંડ એવો ઈન્ડિયા વીક્સ 11 ટકા ઉછળી 22.57 પર ટ્રેડ થઈ રહ્યો છે. તે છેલ્લા બે સપ્તાહની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે.

મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ તીવ્ર ઘટાડો

લાર્જ-કેપ્સ સાથે મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ 2.7 ટકા આસપાસનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 2.7 ટકા નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 2.5 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે.

ફાર્મા શરૂઆતી ગ્રીન ટ્રેડ બાદ રેડ ઝોનમાં સરી પડ્યું

ફાર્મા શેર્સે નરમ શરૂઆત દર્શાવ્યા બાદ તરત બાઉન્સ સાથે પોઝીટીવ ટ્રેડ દર્શાવ્યો હતો. એકમાત્ર નિફ્ટી ફાર્મા પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થયો હતો. જોકે પાછળથી તેણે પણ સુધારો ગુમાવ્યો હતો અને હાલમાં તે 0.55 ટકા ઘટાડે ટ્રેડ દર્શાવી રહ્યો છે. અન્ય ડિફેન્સિવ ક્ષેત્રો જેવાકે આઈટી અને એફએમસીજી પણ એક ટકા આસપાસનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.

ગોલ્ડ મજબૂત, સિલ્વર નરમ

એમસીએક્સ ખાતે ગોલ્ડમાં સુધારા જોવા મળી રહ્યો છે. ગોલ્ડ જૂન વાયદો 0.31 ટકા અથવા રૂ. 148ના સુધારે રૂ. 47501 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે એમસીએક્સ સિલ્વર વાયદો 0.44 ટકા અથવા રૂ. 304ના ઘટાડે રૂ. 68380 પર ટ્રેડ થઈ રહ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage