મીડ-ડે માર્કેટ
હજુ સુધી 15000 અકબંધ
વૈશ્વિક બજારો પાછળ ગેપ-ડાઉન ખૂલ્યાં બાદ ભારતીય બજાર બે બાજુની વધ-ઘટ દર્શાવી રહ્યું છે. એક તબક્કે ગ્રીન ઝોનમાં આવ્યાં બાદ તે ફરી રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. જોકે મહત્વની બાબત એ છે કે નિફ્ટીએ 15000નો સપોર્ટ જાળવ્યો છે. તે 15029નું તળિયું બનાવી ટકી રહ્યો છે. આજે સતત ત્રીજા દિવસે તે નરમાઈ દર્શાવી રહ્યો છે. સપ્તાહનો અંતિમ દિવસ હોવાના કારણે બને કે આજે ઘટાડાનો આખરી દિવસ હોય. નવા સપ્તાહે બજારો ફરી સુધારો દર્શાવી શકે છે.
એનર્જી, એફએમસીજી અને ઈન્ફ્રામાં જ મજબૂતી
સેક્ટરલ સૂચકાંકોની વાત કરીએતો નિફ્ટી એનર્જી 1.25 ટકાના સુધારે નવી વાર્ષિક ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. એ સિવાય એફએમસીજી અને ઈન્ફ્રા ઈન્ડાઈસિસ પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. એનર્જી સૂચકાંકમાં મજબૂતીનું કારણ પીએસયૂ કંપનીઓ છે. ગેઈલ 3 ટકા, એનટીપીસી 3 ટકા, બીપીસીએલ 2.7 ટકા, એચપીસીએલ 2 ટકા અને આઈઓસી 0.9 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ 1.4 ટકા મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. રિલાયન્સમાં મજબૂતી જોવા મળી રહી છે અને કાઉન્ટર તેની તાજેતરની ટોચ પર ટ્રેડ થઈ રહ્યું છે.
એફએમસીજીમાં મજબૂતી
એફએમસીજીમાં મજબૂતીનું કારણ એચયૂએલ જેવા જાયન્સ ઉપરાંત વરુણ બેવરેજીસ, જ્યુબિલિઅન્ય ફૂડ, મેરિકો, યુનાઈડેટ સ્પિસિટ્સ અને કોલગેટ છે. હિંદુસ્તાન યુનિલીવર 1.5 ટકાની મજબૂતી દર્શાવી રહ્યો છે. જ્યારે વરુણ બેવરેજીસ 2.6 ટકા, જ્યુબિલિઅન્ટ ફૂડ 2.5 ટકા અને મેરિકો 1.71 ટકા પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે.
કન્ટેનર કોર્પમાં મજબૂતી પાછળ નિફ્ટી ઈન્ફ્રા પોઝીટીવ
કન્ટેનર કોર્પોરેશન 4 ટકાથી વધુનો સુધારો દર્શાવે છે. જ્યારે પેટ્રોનેટ એલએનજી 3.6 ટકાની મજબૂતી દર્શાવી રહ્યો છે. ઉપરાંત અદાણી પોર્ટ્સ, ડીએલએફમાં પણ મજબૂતી જોવા મળી રહી છે.
ઈન્ડિયન વીક્સમાં સાધારણ મજબૂતી
વોલેટિલિટીનો માપદંડ એવો ઈન્ડિયા વીક્સ 0.2 ટકાના સુધારે 21.58ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ ત્રણ દિવસ નરમાઈ બાદ તે આજે પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે. જે વોલેટિલિટીમાં વૃદ્ધિનો સંકેત છે.
ઓટોમાં સૌથી વધુ ઘટાડો
ઓટોમોબાઈલ ઈનડેક્સ 1.5 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહ્યો છે. આનું મુખ્ય કારણ મધરસુ સુમી, હીરોમોટોકો, બજાજ ઓટો, ભારત ફોર્જ, અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, એક્સાઈડ ઈન્ડ. વગેરેમાં 1-3 ટકા સુધીનો ઘટાડો છે.
સોનુ રૂ. 46000ની નીચે
વૈશ્વિક બજારમાં નરમાઈ પાછળ સ્થાનિક કોમેક્સ ખાતે પણ સોનુ રૂ. 45000ના તળિયા પર પહોંચ્યું છે. એમસીએક્સ એપ્રિલ ગોલ્ડ વાયદો 45861નું છેલ્લા ઘણા માસનું તળિયુ બનાવી 45976 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદી વાયદો રૂ. 456ના ઘટાડે રૂ. 68038 પર ટ્રેડ થઈ રહ્યો છે. એક માત્ર કોપર રૂ. 664ની ઓલટાઈમ હાઈ પર ટ્રેડ થઈ રહ્યું છે.