Mid Day Market 19 March 2021

મીડ-ડે માર્કેટ

નિફ્ટીમાં ગેપ-ડાઉન ઓપનીંગ બાદ તીવ્ર બાઉન્સ

ભારતીય બજારમાં ઊંચી વોલેટિલિટી પ્રવર્તી રહી છે. વૈશ્વિક બજારો પાછળ શુક્રવારે ગેપ-ડાઉન ઓપનીંગ બાદ લગભગ 200 પોઈન્ટ્સ નીચે સરી ગયેલો નિફ્ટી 14350નો સપોર્ટ લઈ પરત ફર્યો છે અ તેણે ઉપરમાં 14643ની ટોચ પણ દર્શાવી હતી. જ્યારે મધ્યાહને તે 14563ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી માટે 14300નો મહત્વનો સપોર્ટ છે. 26 ફેબ્રુઆરીએ તે આ સ્તરેથી જ પરત ફર્યો હતો. ઉપરમાં નિફ્ટી માટે 14700નો અવરોધ રહેશે.

પીએસઈ તથા એફએમસીજીનો સપોર્ટ

નિફ્ટીને જાહેર સાહસો તથા એફએમસીજી તરફથી સપોર્ટ સાંપડ્યો છે. પાવરગ્રીડ કોર્પોરેશનનો શેર 3.7 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવી રહ્યો છે. આ ઉપરાંત એનટીપીસી(3.5 ટકા), આટીસી(2.7 ટકા), એચયુએલ(2.7 ટકા), નેસ્લે(2.1 ટકા) અને કોલ ઈન્ડિયા(1.9 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં છે.

ઓટો, એનબીએફસીમાં નરમાઈ

નિફ્ટીમાં ઘટાડો દર્શાવતાં મુખ્ય કાઉન્ટર્સમાં બજાજ ફાઈનાન્સનો સમાવેશ થાય છે. તે 2.5 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે એ સિવાય લાર્સન(2.4 ટકા), ટાટા મોટર્સ(2 ટકા), ગેઈલ(2 ટકા), એમએન્ડએમ(2 ટકા) અને મારુતિ સુઝુકી(1.8 ટકા)નો ઘટાડો દર્શાવી રહ્યાં છે.

ઈન્ડિયા વીક્સ ફરી 20 ઉપર

અંતિમ સપ્તાહથી સતત ઘટતો રહેલો ઈન્ડિયા વીક્સ ફરી 20ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. ગુરુવારે એક દિવસ માટે તે 19ની નીચે ઉતર્યો હતો. જોકે બજાર ઘટીને બંધ આવતાં તે પરત ફર્યો હતો. આજે પણ તે 3.34 ટકા વૃદ્ધિ સાથે 20.75 પર જોવા મળી રહ્યો છે.

એફએમસીજી, આઈટી અને ફાર્મામાં મજબૂતી

બજારમાં કોરોનાના વધતાં કેસિસને લઈને જોવા મળી રહેલા ગભરાટમાં ડિફેન્સિવ્સ તરફ વળવાનું વલણ જોવા મળી છે. જેની પાછળ એફએમસીજી ઈન્ડેક્સ લાંબા સમય બાદ મજબૂતી દર્શાવી રહ્યો છે. જેમાં નિફ્ટી એફએમસીજી 2 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે આઈટી ઈન્ડેક્સ પણ 0.9 ટકાનો સુધારો દર્શાવે છે. જ્યારે ફાર્મા 0.8 ટકા મજબૂતી સૂચવે છે. મજબૂત જોવા મળતાં આઈટી કાઉન્ટર્સમાં બાયોકોન, ઓરોબિંદો ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, ડિવિઝ લેબ., લ્યુપિન, કેડિલા હેલ્થકેર, સિપ્લા, સન ફાર્માનો સમાવેશ થાય છે.

મીડ અને સ્મોલ-કેપ્મસાં નરમાઈ

નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.4 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 0.8 ટકા ડાઉન ટ્રેડ થઈ રહ્યો છે. મીડ-કેપ્સમાં ફ્યુચર રિટેલ 10 ટકાની નીચલી સર્કિટમાં ટ્રેડ થતો જોવા મળે છે. જ્યારે નાલ્કો(6 ટકા), ગોદરેજ પ્રોપર્ટી(5 ટકા), ટ્રેન્ટ(4 ટકા), ઓઈલ ઈન્ડિયા(4.6 ટકા), એબી કેપિટલ(4.5 ટકા)નો ઘટાડો દર્શાવી રહ્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage