Mid Day Market 2 Dec 2020

મીડ-ડે માર્કેટ

 

ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ

વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. બેન્ચમાર્ક નિફ્ટી 13128ની ટોચ દર્શાવી નીચામાં 13025 પર ટ્રેડ થયો છે. જે અગાઉના બંધની સરખામણીમાં 84 પોઈન્ટ્સનો ઘટાડો સૂચવે છે. સેન્સેક્સ 300 પોઈન્ટસનો ઘટાડો સૂચવે છે. વૈશ્વિક બજારો સવારની માફક જ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.

પીએસયૂમાં મજબૂતી, બેંકિંગ નરમ

પીએસયૂ શેર્સમાં લેવાલી જળવાય છે. ગેઈલ, ઓએનજીસી, એટીપીસી, નેલ્કો, આઈઓસી, એનએમડીસી, સેઈલ, બીપીસીએલ, એચપીસીએલ, કોલ ઈન્ડિયા સહિતના જાબેર સાહસો 7 ટકા સુધીની મજબૂતી દર્શાવી રહ્યાં છે. છેલ્લા કેટલાકસ સત્રોથી પીએસયૂ સેક્ટર આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે.

બીજી બાજુ બેંકિંગમાં નરમાઈ જોવા મળી રહી છે. કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ સહિતનની અગ્રણી બેંક એકથી ત્રણ ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહી છે.

રિલાયન્સમાં પણ નરમાઈ

હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર પણ 0.5 ટકા નરમ ટ્રેડ થઈ રહ્યો છે. આમ બજારને ટોચ પર ટકાવી રાખવા માટે હાલમાં સપોર્ટ સાંપડી રહ્યો નથી. ફાર્મા અને આઈટી પણ ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.

નવેમ્બર વેચાણ પાછળ ઓટોમાં મજબૂતી અપૂરતી

એશિયન પેઈન્ટ્સ, ટાટા સ્ટીલ, બજાજ ઓટો, આઈટીસી, એમએન્ડએમ, મારુતિ અને એચસીએલ ટેક્નોલોજી જેવા કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ જોવા મળી રહ્યો છે પરંતુ તે બજારને ઉપર લઈ જવા માટે પૂરતો નથી. હેવી વેઈન્ટ્સમાં વેચવાલી સામે તેમનો સુધારો ઢંકાઈ રહ્યો છે.

ઊંચા મથાળે વેચવાલી છતાં બજારમાં બ્રેડ્થ પોઝીટીવ

માર્કેટમાં દેખીતી વેચવાલી વચ્ચે પણ મીડ-કેપ્સ હજુ પણ સુધારો દર્શાવી રહ્યાં છે. બીએસઈ ખાતે 1500થી વધુ કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 1244 કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. આમ બીજી અને ત્રીજી હરોળમાં રસ ઘણે અંશે જળવાયેલો છે.

સોનું વધુ એક ટકો ઉછળ્યું

વૈશ્વિક બજારમાં મજબૂતી પાછળ સ્થાનિક સોનું પણ મજબૂત ટકેલું છે. એમસીએક્સ ડિસેમ્બર વાયદો 0.9 ટકા અથવા રૂ. 424ના સુધારે રૂ. 48699 પર ટ્રેડ થઈ રહ્યું છે. જોકે ચાંદીમાં ખૂબ નજીવો સુધારો જણાય છે. તે 0.20 ટકાની મજબૂતીએ રૂ. 62039 પર ટ્રેડ થઈ રહી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage