મીડ-ડે માર્કેટ
નિફ્ટી 14900 પર ટ્રેડ થઈ પરત ફર્યો
ભારતીય બજાર લગભગ એક ટકાનો સુધારો દર્શાવ્યાં બાદ ટોચના સ્તરેથી થોડું પરત ફર્યું છે. નિફ્ટીએ ઈન્ટ્રા-ડે લેવલે 14934ની ટોચ બનાવી 14761નું તળિયું દર્શાવ્યું હતું અને હાલમાં તે 14827 પર ટ્રેડ થઈ રહ્યો છે. તે ગ્રીન ઝોનમાં ટકેલો છે.
ઇન્ડિયા વીક્સમાં વધુ 4 ટકા ઘટાડો
બજારમાં વોલેટિલિટીનો માપદંડ એવા ઈન્ડિયા વીક્સ વધુ 4 ટકા ઘટાડા સાથે 24.59 પર જોવા મળી રહ્યો છે. સોમવારે પણ તેણે નોંધપાત્ર ઘટાડો દર્શાવ્યો હતો.
નિફ્ટીના આઉટપર્ફોર્મર
નિફ્ટીમાં ઓટોમોબાઈલ શેર્સ સારો દેખાવ કરી રહ્યાં છે. એમએન્ડએમ 4 ટકા મજબૂતી સાથે રૂ. 854 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે બીપીસીએલ(4 ટકા), હીરોમોટોકો(3.4 ટકા), વિપ્રો(3 ટકા), ટાટા મોટર્સ(3 ટકા), ટેક મહિન્દ્રા(2.4 ટકા), ઈન્ફોસિસ(2 ટકા), ટીસીએસ(2 ટકા)નો સમાવેશ થાય છે.
નિફ્ટીના અન્ડરપર્ફોર્મર
પીએસયૂ કાઉન્ટર્સ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યાં છે. જેમાં ઓએનજીસી 3 ટકા ઘટાડો દર્શાવે છે. એ સિવાય યૂપીએલ(2 ટકા), એચડીએફસી(1.5 ટકા), ડો. રેડ્ડીઝ લેબ(1 ટકા), હિંદાલ્કો(1 ટકા), પાવર ગ્રીડ કોર્પો.(1 ટકા)નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી મીડ-કેપમાં 13 ટકાનો ઉછાળો
નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 13 ટકા ઉછળી 23908 પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે 23993ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. બેન્ચમાર્કમાં સમાવિષ્ટ કેટલાક કાઉન્ટર્સ તીવ્ર વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે. જેમાં અદાણી પાવર 10 ટકા, જેએસડબલ્યુ એનર્જી 10 ટકા, ટ્રેન્ટ 7 ટકા, માઈન્ડટ્રી 5 ટકા, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ 4 ટકા, ભેલ 4 ટકાનો સમાવેશ થાય છે.
નિફ્ટી સ્મોલ-કેપમાં 0.7 ટકા મજબૂતી
નિફ્ટી સ્મોલ-કેપમાં 0.7 ટકાની મજબૂતી જોવા મળી રહી છે અને તે 8273 પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે દિવસ દરમિયાન 8234ની ટોચ દર્શાવી હતી. નિફ્ટી સ્મોલ-કેપના આઉટપર્ફોર્મર્સમાં જસ્ટ ડાયલ 14 ટકા સુધરી રૂ. 921 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે મોઈલ(9 ટકા), જેકે લક્ષ્મી(9 ટકા), હિમાદ્રી સ્પેશ્યાલિટી(7 ટકા), એનબીસીસી(6 ટકા), લિંડે ઈન્ડિયા(5 ટકા), કોચીન શીપયાર્ડ(5 ટકા)નો સમાવેશ થાય છે.
ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ
એમસીએક્સ ખાતે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 77ના ઘટાડે રૂ. 45231 પર 8 મહિનાના તળિયા પર ટ્રડે થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર માર્ચ વાયદો રૂ. 656ના ઘટાડે રૂ. 66766 પર ટ્રેડ થઈ રહ્યો છે. સિલ્વરમાં રૂ. 65000નો મજબૂત સપોર્ટ છે. જેની નીચે તે પણ સોનાની જેમ મંદીમાં સરી પડશે.