મીડ-ડે માર્કેટ
ભારતીય બજાર મધ્યાહને નેગેટિવ ટ્રેન્ડ દર્શાવી રહ્યું છે. પોઝીટીવ ઓપનીંગ બાદ ધીમે-ધીમે સુધારો ધોવાયો હતો. નિફ્ટી 12855ની ટોચ દર્શાવી 12730ના તળિયા પર ટ્રેડ થયો હતો. હાલમાં તે 13 પોઈન્ટ્સનો ઘટોડ દર્શાવી રહ્યો છે. વૈશ્વિક બજારોમાં ટ્રેન્ડ સ્થિર છે. હોંગકોંગ, કોરિયા અને ચીન પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યાં છે.
માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ
મીડ-કેપ્સમાં સારી ખરીદી જોવા મળી રહી છે. બીએસી ખાતે 1346 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 1232માં નેગેટિવ ટ્રેડ જોવા મળે છે. વાસ્તવમાં 125 કાઉન્ટર્સ 52-સપ્તાહની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે 215 કાઉન્ટર્સ ઉપલી સર્કિટમાં બંધ જોવા મળે છે.
રિલાયન્સ, બેંકિંગ શેર્સમાં ઘટાડો યથાવત, એફએમસીજી-આઈટીનો સપોર્ટ
ગુરુવારે બાદ શુક્રવારે પણ બેંકિંગ શેર્સમાં નરમાઈ જોવા મળી રહી હતી. એચડીએફસી અને કોટક બેંકને બાદ કરતાં અન્ય તમામ બેંક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક્સિસ બેંક 3 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં પણ 2.8 ટકાનો ઘટાડો જોવા મળતો હતો. નેસ્લે, આઈટીસી, ટીસીએસ, એનટીપીસી જેવા કાઉન્ટર્સમાં મજબૂતી જોવા મળી રહી હતી.
સિલ્વરમાં રૂ. 430ની મજબૂતી
એમસીએક્સ ખાતે સિલ્વર ડિસેમ્બર વાયદો રૂ. 430 અથવા 0.7 ટકાના સુધારે રૂ. 61940ની સપાટીએ ટ્રેડ થતો હતો. ગોલ્ડ વાયદો 0.24 ટકા અથવા રૂ. 118ના સુધારે રૂ. 50110 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
મીડ-કેપ્સમાં 18 ટકા સુધીનો ઉછાળો
વોખાર્ડ ફાર્માનો શેર 18 ટકાથી વધુની વૃદ્ધિ દર્શાવી રહ્યો હતો. અન્ય કાઉન્ટર્સમાં આઈનોક્સ વિન્ડ(14 ટકા), જેએન્ડકે બેંકશ(13 ટકા), ઈન્ફ્રાટેલ(12 ટકા), ક્વેસ કોર્પ(10 ટકા), ગ્રેફાઈટ(9 ટકા), જાગરણ પ્રકાશન(8 ટકા) અને બેંક ઓફ ઈન્ડિયા(6 ટકા) સુધારો દર્શાવી રહ્યાં હતાં.
ગ્લેન્ડ ફાર્માનું 14 ટકા પ્રિમિયમે લિસ્ટીંગ
દેશમાં સૌથી મોટા ફાર્મા આઈપીઓ ગ્લેન્ડ ફાર્માનું 14 ટકા પ્રિમિયમે લિસ્ટીંગ થયું હતું. રૂ. 1500ના ભાવે ઓફર થયેલો શેર રૂ. 1710 પર લિસ્ટ થઈને રૂ. 1850ની ટોચ બનાવી તેની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 28 હજાર કરોડથી ઉપર જોવા મળ્યું હતું. કંપની એ આઈપીઓ મારફતે રૂ. 6 હજાર કરોડ એકઠાં કર્યાં હતાં. જોકે કંપનીના આઈપીઓને નબળો પ્રતિસાદ મળ્યો હતો.