મીડ-ડે માર્કેટ
નિફ્ટી 15100ને પાર કરવામાં સફળ
ભારતીય બજાર માટે ચાલુ સપ્તાહ પોઝીટીવ એન્ડ દર્શાવવા જઈ રહ્યું છે. બેન્ચમાર્ક નિફ્ટી છેલ્લા બે મહિનાની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે એમ કહી શકાય. આ લખાય છે ત્યારે તે 15118ની દિવસની ટોચ પર 1.4 ટકા મજબૂતી દર્શાવી રહ્યો છે. તેણે વૈશ્વિક હરિફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ જાળવ્યું છે. જે સૂચવે છે કે અન્ડરટોન મજબૂત છે અને તે બજારને નવી ટોચ ભણી લઈ જવામાં સફળ શઈ શકે છે. નિફ્ટીને 15150-15200ના ઝોનમાં અવરોધ છે. જે પાર થતાં મે એક્સયાપરીના સપ્તાહમાં નવી ટોચ સંભવ છે.
બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિસનો મહત્વનો સપોર્ટ
બજારને નવી ટોચ તરફ લઈ જવામાં બેંક શેર્સનું યોગદાન મુખ્ય જણાય છે. નિફ્ટી બેંક 2.22 ટકા સુધારા સાથે 34073 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે તાજેતરની ટોચ છે. બેંકિંગ કાઉન્ટર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ અને એક્સિસ બેંક 2 ટકાથી 3.3 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે.
એસબીઆઈમાં પરિણામ અગાઉની મજબૂતી
દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ આજે તેના માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કરવાની છે. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટર માટે અપેક્ષાથી ચઢિયાતું પરિણામ દર્શાવ્યું હતું. આમ બજાર આ વખતે પણ ઊંચી અપેક્ષા રાખી રહ્યું છે. બજારના મતે નીચા પ્રોવિઝન્સ પાછળ બેંકના નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમમાં નોંધપાત્ર વૃદ્ધિની શક્યતા છે. જોકે આ અપેક્ષા સાચી પડે છે કે કેમ તે પરિણામ બાદ ખ્યાલ આવશે. બેંક માટે રૂ. 400નું સ્તર એક અવરોધ છે. હાલમાં તે રૂ. 391 પર ટ્રેડ થઈ રહ્યો છે.
મીડ-કેપ ઈન્ડેક્સ નવી ટોચ પર
નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ નવી ટોચ દર્શાવી રહ્યો છે. તેણએ 25501ની નવી ટોચ દર્શાવી છે અને હાલમાં 25476 પર ટ્રેડ થઈ રહ્યો છે. 52-સપ્તાહના 12464ના તળિયા સામે તે 100 ટકાથી વધુ રિટર્ન દર્શાવી રહ્યો છે એમ કહી શકાય. આમ તેણે લાર્જ-કેપ્સની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. મીડ-કેપ શેર્સમાં ટોરેન્ટ પાવર 7 ટકા મજબૂતી સાથે નવી ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ક્વેસ કોર્પ 5 ટકા, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ 5 ટકા, એડલવેઈસ 5 ટકા, અદાણી ટોટલ ગેસ 4 ટકા અને વોડાફોન આઈડિયા 3 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
ઈન્ડિયા વિક્સમાં ઘટાડો
બજારમાં તીવ્ર સુધારા પાછળ વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીક્સ 2 ટકાના ઘટાડે 19.26 પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાલુ સપ્તાહે તે લગભગ 20ના સ્તર નીચે જ ટ્રેડ થયો છે. જે સૂચવે છે કે આગામી સમયગાળામાં બજારમાં વોલેટિલિટી પ્રમાણમાં નીચી જળવાય રહેવાની શક્યતા છે. વૈશ્વિક બજારોમાં જોકે ઊંચી વધ-ઘટને કારણે સ્થાનિક બજારમાં પણ નોંધપાત્ર ગેપ-અપ અથવા ગેપ-ડાઉન ઓપનીંગ જોવા મળી શકે છે.
Mid Day Market 21 May 2021
May 21, 2021
![](https://investallign.b-cdn.net/wp-content/uploads/2021/05/Mid-Day-21-May.jpg)