મીડ-ડે માર્કેટ
નિફ્ટી 13400 પર ટકવામાં નિષ્ફળ
બેન્ચમાર્ક નિફ્ટી સતત બીજા દિવસે નરમાઈ દર્શાવી રહ્યો છે. બજાર ખૂલતાં 13447ની ટોચ દર્શાવી તે 13193 સુધી ગગડ્યો હતો. બપોરે તે 13295ના સ્તરે 35 પોઈન્ટ્સના ઘટાડા સાથે ટ્રેડિંગ દર્શાવે છે. લોંગ ટ્રેડર્સે સોમવારે નિફ્ટીના 13131ના તળિયાને સ્ટોપલોસ તરીકે રાખીને પોઝીશન જાળવવી જોઈએ.
વૈશ્વિક બજારો સામે ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ
ભારતીય બજારે સતત બીજા દિવસે હરિફોની સરખામણીમાં નબળો દેખાવ દર્શાવ્યો છે. યુએસ ખાતે પોઝીટીવ બંધ બાદ એશિયન બજારો સાધારણ વધ-ઘટ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે ત્યારે ભારતીય બજાર ઈન્ટ્રા-ડે મોટી વધ-ઘટ વચ્ચે મોટો સમય નેગેટિવ ઝોનમાં જોવા મળ્યો છે. અલબત્ત, અંતિમ ત્રણ મહિનામાં તેણે વૈશ્વિક બજારની સરખામણીમાં તીવ્ર આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું.
બેંકિંગ, ઓટો, રિઅલ્ટી અને મિડિયામાં વેચવાલી ચાલુ
બેંક નિફ્ટી 0.7 ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે. જ્યારે પીએસયૂ બેંક ઈન્ડેક્સ 0.8 ટકા નરમ ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસ 1.06 ટકા ઘટાડો સૂચવે છે. જ્યારે નિફ્ટી રિઅલ્ટી 1.15 ટકા નરમ જોવા મળે છે. જ્યારે મિડિયા ઈન્ડેક્સ 2 ટકા ડાઉન છે. મેટલ ઈન્ડેક્સ 0.1 ટકાનો સાધારણ ઘટાડો દર્શાવે છે.
મીડ-કેપ અને સ્મોલ-કેપમાં નરમાઈ
નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઘટાડો દર્શાવે છે. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.9 ટકા ડાઉન છે. બીએસઈ ખાતે માર્કટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી રહી છે. 936 કાઉન્ટર્સ પોઝીટીવ છે. જ્યારે 1872 કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
સોનું-ચાંદી નરમ
એમસીએક્સ ખાતે ચાંદી 1.22 ટકાની નરમાઈએ રૂ. 67790ના સ્તરે જ્યારે સોનુ 0.50 ટકા ઘટાડે રૂ. 50160ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. ક્રૂડ પણ એક ટકાથી વધુના ઘટાડે રૂ. 3500ની સપાટી નીચે ટ્રેડ થઈ રહ્યું છે.
|