Mid Day Market 23 Dec 2020Mid Day Market 23 Dec 2020
નિફ્ટી 13500 પર ટકવામાં સફળ
બેન્ચમાર્ક નિફ્ટી 13474 પર ખૂલી નીચામાં 13432 થઈ ઊંચામાં 13560 થયા બાદ 13548 પર મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. બજાર પર તેજીવાળાઓની પકડ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. સેન્સેક્સ પણ 270 પોઈન્ટ્સની તેજી દર્શાવી રહ્યો છે.
મીડ અને સ્મોલ-કેપ્સમાં ભારે લેવાલી
નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.54 ટકા જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 1.98 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે પંટર્સ બજારમાં સક્રિય છે અને તેઓ ખરીદી રહ્યાં છે. બીએસઈ ખાતે પણ માર્કેટ બ્રેડ્થ ખૂબ સારી છે. 2111 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 682 કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. આમ ગયા સોમવારના ઘટાડાનો બદલો તેજીવાળા લઈ રહ્યાં હોય તેવું જણાય છે.
આઈટી, ઓટો, ફાર્મા અને બેંકિંગમાં મજબૂતી
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો નિફ્ટી આઈટી 2 ટકાથી વધુના સુધારા સાથે સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી બેંક 0.62 ટકા મજબૂતી દર્શાવે છે. આ સિવાય નિફ્ટી ઓટો 0.94 ટકા, નિફ્ટી એફએમસીજી 0.86 ટકા મજબૂતી દર્શાવી રહ્યો છે.
ગોલ્ડ-સિલ્વરમાં ફ્લેટ ટ્રેડ
ગોલ્ડ અને સિલ્વર ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં એમસીએક્સ માર્ચ સિલ્વર વાયદો 69 પોઈન્ટ્સ સુધરી 66940 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ગોલ્ડ ફેબ્રુઆરી વાયદો -0.14 ટકાના ઘટાડે રૂ. 50012ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. ગોલ્ડમાં રૂ. 50 હજારનું સ્તર મહત્વનો સપોર્ટ છે.
આઈટીમાં લેવાલી પાછળ નવી ટોચ
સેન્સેક્સ શેર્સમાં 23 પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 7 કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ દર્શાવે છે. આમાં ઈન્ફોસિસ, એમએન્ડએમ, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ, બજાજ ફાઈનાન્સ, ટીસીએસ, આઈટીસી અને એચયૂએલ એક ટકાથી વધુ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. ઈન્ફિ તેની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે.
ખરીદી દર્શાવી રહેલાં કેટલાક મીડ-કેપ કાઉન્ટર્સ
એ જૂથમાં ડિશ ટીવી, સૂર્યા રોશની, એસએચાઈએલ, પટેલ એન્જિનીયરીંગ, એચઆઈએલ, એનસીસી, ફિલિપ કાર્બન, હાથવે, કોલ્ટે પાટિલ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, પાવર ઈન્ડિયાનો સમાવેશ થાય છે.