મીડ-ડે માર્કેટ
બે બાજુની વધ-ઘટ વચ્ચે નિફ્ટીમાં પોઝીટીવ ટ્રેડ
માર્કેટમાં વોલેટિલિટીમાં ઊંચી વધ-ઘટ જોવા મળી છે. બેન્ચમાર્ક નિફ્ટી 14652ના તળિયાથી 14855ની ટોચ વચ્ચે અથડાયેલો રહ્યો છે. હાલમાં તે 14751 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ મંગળવારે તો બજારમાં લોંગ પોઝીશન ધરાવનારાઓને રાહત મળી છે. વૈશ્વિક બજારોના સપોર્ટ પાછળ ભારતીય બજારમાં સુધારો અપેક્ષિત હતો. જોકે એક્સપાયરીનું સપ્તાહ જોતાં તે બે બાજુની વધ-ઘટ જાળવી રાખશે. આમ સ્ટોપલોસ સાથે ટ્રેડ કરવાનું સૂચન રહેશે.
નિફ્ટીમાં પીએસયૂ, મેટલ અને ઈન્શ્યોરન્સમાં સુધારો
નિફ્ટી કાઉન્ટર્સમાં જાહેર ક્ષેત્રના શેર્સ, ઓટો-મેટલ કાઉન્ટર્સ અને કેટલાક ફાઈનાન્સિયલ કંપનીઓના શેર્સમાં સુધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઓએનજીસી 6 ટકા સુધરી વર્ષની નવી ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ટાટા મેટર્સ 4.5 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. ઉપરાંત ગેઈલ, બીપીસીએલ, હિંદાલ્કો, ટાટા સ્ટીલ, યૂપીએલ, લાર્સન, ઈન્ડસઈન્ડ બેંક, આઈઓસી, એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ, એનટીપીસી, ટીસીએસ અને એસબીઆઈ પણ સુધારો દર્શાવી રહ્યાં છે.
બેંકિંગ નરમ
કોટક મહિન્દ્રા બેંકનો શેર 3.31 ટકાના ઘટાડે રૂ. 1885 પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે રૂ. 1900નું સ્તર તોડ્યું છે અને તે સ્પષ્ટપેણે નરમાઈ સૂચવી રહ્યો છે. એચડીએફસી બેંકનો શેર પણ એક ટકાથી વધુ નરમાઈ દર્શાવી રહ્યો છે. સાથે એચડીએફસી પણ નરમ છે. એ સિવાય એશિયન પેઈન્ટ્સ, મારુતિ સુઝુકી, બજાજ ઓટો, અદાણી પોર્ટ્સ અને ડિવિઝ લેબમાં પણ નરમાઈ જોવા મળી રહી છે.
મીડ-કેપ અને સ્મોલ-કેપમાં મજબૂતી
નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.9 ટકાનો સુધારો દર્શાવે છે. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 0.8 ટકાની મજબૂતી દર્શાવી રહ્યાં છે. કેટલાક મીડ-કેપ આઉટપર્ફોર્મર્સ કાઉન્ટર્સમાં પ્રેસ્ટીજ એસ્ટેટ 6 ટકા મજબૂતી દર્શાવે છે. જિંદાલ સ્ટીલ 5 ટકા, ભારત ફોર્જ 4 ટકા, અશોક લેલેન્ડ 4 ટકા, એયુ સ્મોલ ફાઈનાન્સ 4 ટકા, એબી કેપિટલ 3.5 ટકા, અદાણી ગ્રીન 3.5 ટકા, એમ્ફેસિસ 3.3 ટકા, એમઆરપીએલ 3.3 ટકા અને નેટકો ફાર્મા પણ 3.2 ટકા સુધારો દર્શાવી રહ્યાં છે.
વીઆઈએક્સમાં સાધારણ ઘટાડો
સોમવારે 14 ટકાથી વધુની વૃદ્ધિ બાદ ઈન્ડિયા વીઆઈએક્સ 1 ટકાનો ઘટાડો દર્શાવવા સાથે 25.20ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જોકે ઈન્ડેક્સ છેલ્લા ઘણા સમયગાળાની ટોચ પર જ ટ્રેડ થઈ રહ્યો છે. આમ વોલેટિલિટીમાં ઘટાડાના કોઈ મજબૂત સંકેતો નથી.
મેટલ અને રિઅસ્ટીમાં વધુ 3 ટકા સુધીનો સુધારો
મેટલ શેર્સમાં ભારે લેવાલી જોવા મળી રહી છે. નિફ્ટી મેટલ 3705ની તેની સર્વોચ્ચ સપાટી નજીક ટ્રેડ થઈ રહ્યો છે. આજે પણ હિંદ કોપર 8 ટકાની મજબૂતી સાથે નવી ટોચ પર છે. જ્યારે હિંદાલ્કો 4 ટકા મજબૂતી સાથે નવી ટોચ પર, એનએમડીસી 3.33 ટકા મજબૂતી સાથે રૂ. 124, મોઈલ 3.29 ટકા મજબૂત, ટાટા સ્ટીલ 3.3 ટકા, નેલ્કો 2.7 ટકા, વેદાતાં 1.8 ટકા અને સેઈલ 1.6 ટકાનો સુધારો સૂચવે છે.
સોનુ-ચાંદી ફ્લેટ
વૈશ્વિક બજારમાં પોઝીટીવ ટ્રેડ પાછળ સોનું-ચાંદી સવારે ગેપ-અપ ખૂલ્યાં બાદ ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 19ના સુધારા સાથે રૂ. 46920 પર જ્યારે સિલ્વર માર્ચ વાયદો રૂ. 43ના ઘટાડે રૂ. 70389 પર ટ્રેડ થઈ રહ્યો છે.