મીડ-ડે માર્કેટ
માર્કેટમાં દિશાવિહીન મૂવમેન્ટ
ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ બાદ બે બાજુ અથડાતું જોવા મળ્યું છે. નિફ્ટીએ 14868ની ટોચ બનાવીને 14707નું તળિયું બનાવી 14770 પર ટ્રેડ થઈ રહ્યો છે. બજાર ઊંચા સ્તરે ટકવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે. એક્સપાયરી સપ્તાહ હોવાને કારણે માર્કેટમાં વધ-ઘટ ચાલુ રહેશે. લોંગ ટ્રેડર્સે વધુ સાવચેતી રાખવાની જરૂર જણાય છે.
નિફ્ટી આઉટપર્ફોર્મર્સ
નિફ્ટીમાં સિમેન્ટ, કન્ઝ્યૂમર ડિસ્ક્રિશ્નરી અને ફાર્મા શેર્સ સારો દેખાવ કરી રહ્યાં છે. શ્રી સિમેન્ટ 3.6 ટકા સાથે સૌથી વધુ સુધારો દર્શાવે છે. સાથે ટાઈટન કંપની 2.5 ટકા, અદાણી પોર્ટ્સ 2 ટકા, ડિવિઝ લેબ્સ 2 ટકા, ટાટા મોટર્સ 1.8 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ 1.8 ટકાનો સુધારો દર્શાવે છે.
નિફ્ટીના અન્ડરપર્ફોર્મર્સ
બીજી બાજુ એક્સ-ડિવિડન્ડ થવા પાછળ આઈઓસી 2.5 ટકાનો ઘટાડો દર્શાવે છે. હિંદાલ્કો પણ 2.3 ટકા સાથે નરમ છે. આઈટીસી 1.5 ટકા, પાવર ગ્રીડ 1.5 ટકા, ઓએનજીસી 1.4 ટકા અને એનટીપીસી 1.3 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.
પીએસયૂ બેંક્સમાં મજબૂતી પાછી ફરી
નિફ્ટી પીએસયૂ ઈન્ડેક્સ 2.13 ટકા સાથે સૌથી વધુ મજબૂતી દર્શાવી રહ્યો છે. તેને સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક, કેનેરા બેંક, ઈન્ડિયન બેંક, બેંક ઓફ બરોડા, જેકે બેંક, પીએનબી અને એસબીઆઈનો સપોર્ટ મળી રહ્યો છે. સેન્ટ્રલ બેંક 5 ટકા સાથે સૌથી વધુ મજબૂત જોવા મળે છે.
ઈન્ડિયા વીક્સમાં મજબૂતી
વોલેટિલિટી સૂચકાંક ઈન્ડિયા વીક્સ આજે ફરી મજબૂતી દર્શાવી રહ્યો છે. ઈન્ડેક્સ 3.4 ટકાના સુધારે 21.17ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ દૈનિક ધોરણે બજારમાં વોલેટિલિટી સાથે તેમાં પણ બદલાવ આવી રહ્યો છે.
મેટલ્સમાં સાર્વત્રિક નરમાઈ
મેટલ્સમાં સાર્વત્રિક નરમાઈ જોવા મળી રહી છે. ખાસ કરીને છેલ્લા કેટલાક સત્રોથી મજબૂતી દર્શાવતાં સ્ટીલ કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ જર્શાવી રહ્યાં છે. જેમાં જિંદાલ સ્ટીલ, સેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલનો સમાવેશ થાય છે. એલ્યુમિનિયમ કાઉન્ટર્સ પણ નરમ છે. જ્યારે એનએમડીસી, હિંદ કોપરમાં મજબૂતી જોવા મળી રહી છે.
ગોલ્ડ-સિલ્વર-બેઝ મેટલ્સ નરમ
કિંમતી ધાતુઓમાં સતત બીજા દિવસે ઘટાડ જોવા મળી રહ્યો છે. એમસીએક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર રૂ. 85ના ઘટાડે રૂ. 44820 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર ફ્યુચર રૂ. 238ના ઘટાડે રૂ. 66093 પર ટ્રેડ થઈ રહ્યો છે. બેઝ મેટલ્સમાં એલ્યુમિનિયમ 2 ટકા, ઝીંક 1.13 ટકા, કોપર 0.7 ટકા, લેડ 0.6 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.