મીડ-ડે માર્કેટ
બજારમાં મંદીવાળાઓનું પ્રભુત્વ
ભારતીય બજાર વૈશ્વિક હરિફો સામે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે. શુક્રવારે તળિયા પરથી તીવ્ર બાઉન્સ દર્શાવવા છતાં સોમવારે બજારનો ટોન નરમ છે. મોટાભાગનો સમય બજાર નેગેટિવ ઝોનમાં ટ્રેડ થયું છે. નિફ્ટી 14763ની ટોચ બનાવી 14642નું તળિયું બનાવી હાલમાં 14684ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જો આજનું લો તૂટશે તો તે વધુ ઘટાડો દર્શાવી શકે છે. માર્કેટનો બાયસ ઘટાડાતરફી વધુ છે. લોંગ ટ્રેડમાં સ્ટોપલોસનું પાલન કરવું જરૂરી છે.
ઈન્ડિયા વીક્સમાં 4 ટકા વૃદ્ધિ
વોલેટિલિટી સૂચકાંક ઈન્ડિયા વીક્સમાં 3.65 ટકાનો સુધારો જોવા મળે છે અને તે 20.72ની સપાટી પર જોવા મળી રહ્યો છે. જે સૂચવે છે કે આગામી દિવસોમાં વોલેટિલિટીમાં વૃદ્ધિ સંભવ છે. માર્કેટ દિશાહિન ઝોનમાં છે અને વીક્સ પણ ઊંચી વધ-ઘટ દર્શાવી રહ્યો છે.
બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિસમાં સૌથી વધુ નરમાઈ
બેંક નિફ્ટી એક ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યો છે. ગયા સપ્તાહના 34161ના બંધ સામે તે 34149ની ટોચ બનાવી 33732નું તળિયું બનાવી 33723 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તે શુક્રવારના બંધ ઉપર ટ્રેડ થયો નથી. જે સૂચવે છે કે બેંક નિફ્ટીમાં સેન્ટિમેન્ટ નરમ છે. બંધન બેંક અને ફેડરલ બેંકને બાદ કરતાં તમામ બેંકિંગ કાઉન્ટર્સ નરમાઈ દર્શાવી રહ્યાં છે. જેમાં ઈન્ડસઈન્ડ બેંક(3 ટકા), એચડીએફસી બેંક(2 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(1.44 ટકા), પીએનબી(1.43 ટકા), બેંક ઓફ બરોડા(1.3 ટકા), આરબીએલ બેંક(1.12 ટકા), એક્સિસ બેંક(1.07 ટકા), અને એસબીઆઈ(-.50 ટકા)નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી મીડ-કેપમાં મજબૂતી, સ્મોલ-કેપ નરમ
નિફ્ટી મીડ-કેપ આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે. જેનું મુખ્ય કારણ કેટલાક મીડ-કેપ્સમાં તીવ્ર ઉછાળો છે. જેમકે અદાણી ટોટલ ગેસ(13 ટકા), ફ્યુચલ રિટેલ(8 ટકા), અદાણી ગ્રીન એનર્જી(5 ટકા), અદાણી પાવર(5 ટકા), ફોર્ટિપ હેલ્થકેર(5 ટકા), ગોદરેજ પ્રોપર્ટી(4 ટકા), પ્રેસ્ટીજ એસ્ટેટ(4 ટકા) અને જેએસડબલ્યુ એનર્જી(3.3 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં છે.
ગોલ્ડ-સિલ્વર નરમ
એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 256ના ઘટાડે રૂ. 44765 અને સિલ્વર વાયદો રૂ. 1368ના ઘટાડે રૂ. 66159 પર ટ્રેડ થઈ રહ્યો છે. સાથે બેઝ મેટલ્સમાં કોપર, એલ્યુમિનિયમ, લેડમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલ સાધારણ નરમાઈ દર્શાવે છે. જ્યારે મેન્થાઓઈલ અને ઝીંકમાં સુધારો જોવા મળી રહ્યો છે.