Mid Day Market 23 Nov 2020

Mid Day Market
મીડ-ડે માર્કેટ

ભારતીય બજાર કોન્સોલેડિશનમાં જોવા મળી રહ્યું છે. નિફ્ટી ખૂલતામાં 12962ના તેના અવરોધથી ઈન્ટ્રા-ડે કરેક્ટ થઈ 12826 સુધી ગગડ્યાં બાદ હાલમાં 12905ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી માટે 12963નો અવરોધ છે. જે પાર થશે તો નિફ્ટી 13000-13200 સુધીના સ્તર દર્શાવી શકે છે.

વૈશ્વિક બજારો મજબૂત

વૈશ્વિક બજારોમાં મજબૂતી જોવા મળી રહી છે. એશિયન બજારો 2 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે. સવારથી જ તે મજબૂત જોવા મળે છે.

ડાઉ ફ્યુચર પોઝીટીવ

ડાઉ ફ્યુચર પણ 154 પોઈન્ટ્સ મજબૂતી સાથે 29366ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ વૈશ્વિક બજારોને તે સપોર્ટ કરી રહ્યો છે.

રિલાયન્સ ઈન્ડ., ટેક્નોલોજીનો મુખ્ય સપોર્ટ

બજારને સોમવારે રિલાયન્સ ઈન્ડ. તરફથી મુખ્ય સપોર્ટ મળી રહ્યો છે. કાઉન્ટર 3.4 ટકાના સુધારે રૂ. 1965ના સ્તર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. આઈટી ક્ષેત્રે ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજીમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. જ્યારે ઓએનજીસી પણ 3 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે.

બેંકિંગ લાયસન્સના અહેવાલ પાછળ બજાજ બંધુઓમાં સોમવારે પણ મજબૂતી

આરબીઆઈની પેનલે ગયા શુક્રવારે મોટી એનબીએફસી કંપનીઓને બેંકિંગ લાયસન્સ આપવા માટેની કરેલી ભલામણો પાછળ બજાજ ફિનસર્વ અને બજાજ ફાઈનાન્સ, બંનેમાં મજબૂતી જોવા મળી રહી છે. બંને કાઉન્ટર્સ તેમની ફેબ્રુઆરી પછીની નવી ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. બજાજ ફિનસર્વનો શેર નવેમ્બર મહિનામાં 45 ટકાથી વધુનો ઉછાળો દર્શાવી રહ્યો છે.

ઈન્ડસઈન્ડમાં આરબીઆઈની ભલામણ પાછળ વૃદ્ધિ

આરબીઆઈએ ખાનગી બેંક્સના ફાઉન્ડરના હિસ્સા માટે ઊંચી કેપની વાત કરતાં ઘણી ખાનગી બેંક્સના શેર્સમાં મજબૂતી જોવા મળી હતી. જેમાં ઈન્ડસઈન્ડ બેંકનો શેર 4.6 ટકાનો ઉછાળો દર્શાવતો હતો.

ખાનગી બેંકિંગ શેર્સમાં નરમાઈ

આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, એક્સિસ બેંક અને એચડીએફસી બેંકમાં 1-3 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. હાઉસિંગ ફાઈનાન્સ કંપની એચડીએફસી 4 ટકાના ઘટાડા સાથે બેન્ચમાર્ક્સમાં સૌથી વધુ નરમ કાઉન્ટર છે.

મીડ-કેપ્સમાં ખરીદી યથાવત

બીએસઈ ખાતે 1562 કાઉન્ટર્સ અગાઉના બંધ સામે સુધારો દર્શાવી રહ્યાં છે. જ્યારે 1101 કાઉન્ટર્સ નરમાઈ સૂચવી રહ્યાં છે. આમ બજારમાં માર્કટ-બ્રેડ્થ મજબૂત છે. જે સૂચવે છે કે લાર્જ-કેપ્સમાં કોન્સોલિડેશન વચ્ચે મીડ-કેપ્સમાં ખરીદી થઈ રહી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage