મીડ-ડે માર્કેટ
નિફ્ટી ફરી 13700 પર
બેન્ચમાર્ક નિફ્ટી 13672ના સ્તરે ખૂલી ઉપરમાં 13739 થઈ 123 પોઈન્ટ્સ મજબૂતી સાથે 13724 પર ટ્રેડ થઈ રહ્યો છે. જો માર્કટ આજે વધુ સુધારો દર્શાવશે તો નવી ટોચ પર બંધ દર્શાવી દે તેવી શક્યતા પણ છે. સેન્સેક્સ 400 પોઈન્ટ્સથી વધુની મજબૂતી દર્શાવી રહ્યો છે. આજે ડિસેમ્બર એક્સપાયરી છે અને તેથી શોર્ટ કવરિંગ પાછળ વધુ વૃદ્ધિ સંભવ છે.
ફાઈનાન્સિયલ સર્વિસિસઝમાં આક્રમક લેવાલી
નિફ્ટીમાં સૌથી સારો સુધારો ફાઈનાન્સિયલ સર્વિસિઝ ક્ષેત્ર દર્શાવી રહ્યું છે. નિફ્ટી ફાઈ. સર્વિસિઝ 1.76 ટકા જ્યારે નિફ્ટી પ્રાઈવેટ બેંક 1.73 ટકા મજબૂતી દર્શાવે છે. એ ઉપરાંત નિફ્ટી પીએસઈ 1.36 ટકા, નિફ્ટી પીએસયૂ બેંક 1.32 ટકાનો ઉછાળો દર્શાવે છે. નિફ્ટી ઓટો 0.44 ટકા સુધારા સૂચવે છે.
મીડ-કેપ્સ ઠંડા, સ્મોલ-કેપ્સમાં મજબૂતી
લાર્જ-કેપ્સની સાથે સ્મોલ-કેપ્સમાં પણ ગરમી જોવા મળે છે. જ્યારે મીડ-કેપ્સ ઠંડા છે. જેમકે નિફ્ટી સ્મોલ-કેપ 0.91 ટકા સુધારો દર્શાવે છે. જ્યારે નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.34 ટકા વૃદ્ધિ સાથે ફ્લેટ જોવા મળી રહ્યો છે. બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ છે પરંતુ તે ફુલગુલાબી તેજીના દિવસે સામાન્યરીતે જોવા મળતી માર્કેટ-બ્રેડ્થ જેવી નથી. 1620 શેર્સમાં સુધારા સામે 1197 કાઉન્ટર્સ નરમાઈ સૂચવે છે. જ્યારે 195 કાઉન્ટર્સ વર્ષની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે અને 304 કાઉન્ટર્સ ઉપલી સર્કિટમાં છે.
ગોલ્ડ-સિલ્વર ટકેલા
બુલિયનમાં ફ્લેટ ટ્રેડ જોવા મળી રહ્યો છે. સિલ્વર માર્ચ વાયદો રૂ. 57ના સુધારે રૂ. 67633 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ગોલ્ડ ફેબ્રુઆરી વાયદો રૂ. 40ના સુધારે રૂ. 50109 પર ટ્રેડ થઈ રહ્યો છે.
ક્રૂડમાં મજબૂતી, એલ્યુમિનિયમ-મેન્થા ઓઈલ પણ મજબૂત
એમસીએક્સ જાન્યુઆરી ક્રૂડ વાયદો રૂ. 3566ના સ્તરે ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યો છે. વૈશ્વિક બજારમાં મજબૂતી પાછળ તે રૂ. 3600ની સપાટી કૂદાવી શકે છે. મેન્થાઓઈલ અને એલ્યુમિનિયમ વાયદાઓ પણ એક ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યાં છે.
મજબૂતી દર્શાવતાં મીડ-કેપ્સ
કેટલાક મીડ-કેપ્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી રહી છે. જેમાં આઈટીડીસી 13 ટકાથી વધુ ઉછાળો દર્શાવે છે. જ્યારે આસાહી ઈન્ડિયા 12 ટકા, એફએસએલ 10 ટકા, બીઈએમએલ 9 ટકા, ચેન્નાઈ પેટ્રો 8 ટકા અને વ્હર્લપુલ 8 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.