મીડ-ડે માર્કેટ
નિફ્ટીએ 13000ની સપાટી પાર કરી ઈતિહાસ રચ્યો
નિફ્ટી 13049ની ટોચ બનાવી 86 પોઈન્ટ્સના સુધારે 13013ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક સ્તરે ભારતીય બજાર હરિફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે. સેન્સેક્સ પણ 44500ની ટોચ બનાવી 300 પોઈન્ટ્સનો સુધારો નોંધાવી રહ્યો છે.
બેંકિંગે તેજીની આગેવાની લીધી
બેંકિંગ શેર્સ બજારને સપોર્ટ કરી રહ્યાં છે. બેંક નિફ્ટી 1.9 ટકાના સુધારે 29575 પર ટ્રેડ કરી રહ્યાં છે. તેમને 29870નો અવરોધ છે. અન્ય સેક્ટરલ ઈન્ડાઈસીસમાં નીફ્ટી ઓટો 1.85 ટકા ઉછાળ દર્શાવે છે. નિફ્ટી રિઅલ્ટીમાં પણ એક ટકાની મજબૂતી જોવા મળી રહી છે. નિફ્ટી મેટલ 0.75 ટકા સુધારો દર્શાવે છે. એક માત્ર નિફ્ટી એનર્જિ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે.
મીડ-કેપ્સમાં મધ્યમસરની ખરીદી
અંતિમ બે સત્રોથી વિપરીત મંગળવારે મીડ-કેપ્સમાં લેવાલીનું પ્રમાણ ઘટ્યું છે. પંટર્સનું ધ્યાન આજે લાર્જ-કેપ્સ પર વધુ લાગે છે. જોકે તેમ છતાં માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ છે. બીએસઈ ખાતે 1480 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જયારે 1070 કાઉન્ટર્સમાં નરમાઈ જોવા મળી રહી છે. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.71 ટકાના સુધારે 19348 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 0.98 ટકાના સુધારે 6371 પર ટ્રેડ થઈ રહ્યો છે.
સેન્સેક્સ શેર્સમાં 11 સિવાય અન્ય 19મા મજબૂતી
સેન્સેક્સ શેર્સમાં ભારતી એરટેલ, એચડીએફસી, રિલાયન્સ ઈન્ડ અને ઈન્ડસઈન્ડ બેંક 1.10 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જ્યારે એમએન્ડએમ, મારુતિ, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈટીસી અને ટેકમહિન્દ્રા 2 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં છે.
આજના મીડ-કેપ કાઉન્ટર્સ
ફ્યુચર રિટેલ, ફ્યુચર લોજિસ્ટીક્સ, એનટેક રિઅલ્ટી, એનબીવેન્ચર્સ, વાબાગ વાટેક, એમએન્ડએમ ફિન., જેએન્ડકે બેંક, અદાણી પોર્ટ્સ, ઈન્ફ્રાટેલ, ઈક્વિટાસ હોલ્ડિંગ્સમાં 10 ટકા સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે.
સોનું રૂ. 49 હજારની નીચે, ચાંદી રૂ. 60 હજારની નીચે
સોનું-ચાંદી વેચવાલીનો સામનો કરી રહ્યાં છે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ વાયદો એક ટકાથી વધુ ઘટી રૂ. 4888ના સ્તર સુધી ઉતરી ગયો હતો. તેણે ચાર મહિનાનું તળિયું દર્શાવ્યું છે. જ્યારે સિલ્વર ડિસેમ્બર વાયદો એક ટકાથી વધુ ઘટી રૂ. 59630ના તળિયે ટ્રેડ થયો હતો.