મીડ-ડે માર્કેટ
નિફ્ટી 12917ની ટોચ પર ખૂલીને 12790નું તળિયું બનાવી 12842 પર ટ્રેડ થઈ રહ્યો છે. બેન્ચમાર્ક ચોપી ચાલ દર્શાવી રહ્યો છે. જોકે બ્રોડ માર્કેટમાં ખરીદી જોવા મળે છે. સેન્સેક્સ પણ 50-100 પોઈન્ટ્સની નરમાઈ સાથે ટ્રેડ દર્શાવી રહ્યો છે.
મીડ-કેપ્સમાં મજબૂતી
લાર્જ-કેપ્સમાં નરમાઈ વચ્ચે મીડ-કેપ્સમાં પ્રમાણમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. બીએસઈ ખાતે 2707 ટ્રેડેડ કાઉન્ટર્સમાં 1423 પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 1090 નરમાઈ સૂચવે છે. આમ બ્રોડ માર્કેટમાં પાર્ટિસિપેશન સારું જોવા મળી રહ્યું છે.
ફાર્મા અને પીએસયૂ બેંક ઈન્ડેક્સમાં મજબૂતી
નિફ્ટી ફાર્મા 0.6 ટકા સુધારો દર્શાવે છે. જ્યારે નિફ્ટી પીએસયૂ બેંક 0.5 ટકા મજબૂતી દર્શાવે છે. એ સિવાય અન્ય સૂચકાંકો ફ્લેટ ચાલ દર્શાવે છે. બેંક નિફ્ટી પણ 0.24 ટકાની નરમાઈ સૂચવે છે.
લાર્જ-કેપ્સમાં સ્ટોક સ્પેસિફિક ચાલ
લાર્જ-કેપ કાઉન્ટર્સમાં કોઈ ચોક્કસ સેક્ટરલ મુવમેન્ટ જોવા મળી રહી નથી. વ્યક્તિગત રીતે સહુની અલગ ચાલ જોવા મળે છે. એચસીએલ ટેક, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેંક, એમએન્ડએમ અને ટાઈટન એક ટકાથી વધુની મજબૂતી દર્શાવી રહ્યાં છે. તો બીજી બાજુ મારુતિ, એશિયન પેઈન્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, પાવરગ્રીડ અને ટેક મહિન્દ્રા એક ટકાના ઘટાડો નોંધાવી રહ્યાં છે. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડ. ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યો છે. જ્યારે અગ્રણી બેંક શેર્સ એચડીએફસી બેંક 0.35 ટકાની નરમાઈ સૂચવે છે.
મોમેન્ટમ દર્શાવી રહેલા મીડ-કેપ્સ
કેટલાક મીડ-કેપ્સ જે મોમેન્ટમ દર્શાવી રહ્યાં છે તેમાં વોખાર્ડ ફાર્મા, સિમેન્સ, એસએફએસ, એસઆઈએસ, બલરામપુર ચીની, ફિનોલેક્સ કેબલ્સ જેવા કાઉન્ટર્સનો સમાવેશ થાય છે.
ઘટાડો દર્શાવતાં મીડ-કેપ્સ
કેટલાક મીડ-કેપ્સ જેમણે મોમેન્ટમ ગુમાવ્યું છે. તેમાં ફ્યુચર્સ જૂથના શેર્સનો સમાવેશ થાય છે. સિંગાપુર આર્બિટ્રેડરે ફ્યુચર જૂથની અરજી ફગાવી દેતાં જૂથના તમામ લિસ્ટેડ શેર્સ સેલર સર્કિટ કે તેની નજીક ટ્રેડ થઈ રહ્યાં છે. ગયા વર્ષનો સ્ટાર પર્ફોર્મર અદાણી ગ્રીન એનર્જી પણ સતત બીજા દિવસે રૂ. 1092.85ની 5 ટકાની સેલર સર્કિટમાં બંધ જોવા મળે છે.