મીડ-ડે માર્કેટ
નિફ્ટી 14500 પર અડીખમ
ભારતીય બજાર સતત બીજા દિવસે હરીફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે. એશિયન બજારો નરમ ટ્રેડ દર્શાવે છે ત્યારે નિફ્ટી 0.72 ટકા સુધારા સાથે 14589 પર ટ્રેડ થઈ રહ્યો છે. જો તે 14550 પર બંધ આપવામાં સફળ થશે તો વધુ મજબૂતીની શક્યતા છે. એપ્રિલ એક્સપાયરીમાં બજાર જોકે ઈન્ટ્રા-ડે વધ-ઘટ દર્શાવી શકે છે.
મેટલ્સ નવી ટોચ પર
મેટલ ઈન્ડેક્સે 4655ની નવી ટોચ બનાવી છે. તે 2.08 ટકા મજબૂતી સાથે ટ્રેડ દર્શાવી રહ્યો છે. મેટલ શેર્સમાં તેજીની આગેવાની એલ્યુમિનિયમ ઉત્પાદકોએ લીધી છે. નાલ્કો, હિંદાલ્કો 5 ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યાં છે. સ્ટીલ શેર્સ પણ 2 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં છે. તમામ મેટલ કાઉન્ટર્સ પોઝીટીવ ઝોનમાં ટ્રેડ કરી રહ્યાં છે.
માર્કેટમાં સુધારા છતાં વીક્સમાં સાધારણ નરમાઈ
બજાર સતત બીજા દિવસે નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યું હોવા છતાં ઈન્ડિયા વીક્સમાં જોઈએ તેવો ઘટાડો જોવા નથી મળી રહ્યો. આજે તે 0.68 ટકાના સાધારણ ઘટાડે 23.34 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તેણે 23ની સપાટી જાળવી રાખી છે.
સ્મોલ-કેપ્સમાં બોટમફિશીંગ
નિફ્ટી સ્મોલ-કેપ 1.5 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે રોકાણકારો ફરી બોટમ ફિશીંગ કરવામાં લાગ્યા છે. છેલ્લા દોઢેક મહિનામાં મીડ અને સ્મોલ-કેપ્સમાં નોંધપાત્ર કરેક્શન જોવા મળ્યું છે અને તેથી વેલ્યુએશન આકર્ષક બની રહ્યાં છે. સ્મોલ-કેપ્સમાં જીએનએફસી 8.4 ટકા સાથે સૌથી વધુ મજબૂતી દર્શાવે છે. જ્યારે મેટ્રોપોલીસ 6 ટકા, હિંદ કોપર 5.2 ટકા, આઈડીએફસી 5 ટકા, ગ્રેફાઈટ ઈન્ડિયા 5 ટકા, દિપક નાઈટ્રેટ 4 ટકા, હેગ 4 ટકા, એસ્ટર ડીએમ 4 ટકાનો સુધારો દર્શાવે છે.
પીએસયૂ બેંક્સમાં મજબૂતી
બેંક નિફ્ટી 0.7 ટકાનો સુધારો દર્શાવે છે. જોકે નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.7 ટકા મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જેમાં જેએન્ડકે બેંક 3 ટકા સાથે મુખ્ય છે. એ સિવાય ઈન્ડિયન બેંક, 3 ટકા, કેનેરા બેંક 2.4 ટકા, યુનિયન બેંક 2 ટકા, બેંક ઓફ બરોડા 2 ટકા, સેન્ટ્રલ બેંક 1.5 ટકાનો સમાવેશ પણ થાય છે.
બેઝ મેટલ્સમાં લાવ-લાવ, બુલિયનમાં સાધારણ નરમાઈ
એમસીએક્સ ખાતે બેઝ મેટલ્સના ભાવ નવી ઊંચાઈઓ બનાવી રહ્યાં છે. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 1.3 ટકા સુધરી 194.45 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નીકલ 1.11 ટકા, કોપર 0.73 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. જોકે સિલ્વર અને ગોલ્ડમાં સાધારણ નરમાઈ જોવા મળી રહી છે. સિલ્વર મે વાયદો રૂ. 60ના ઘટાડે જ્યારે રૂ. 68620 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ગોલ્ડ જૂન વાયદો રૂ. 38ની નરમાઈએ રૂ. 47424 પર ટ્રેડ થઈ રહ્યો છે.