માર્કેટ ઓપનીંગ
એશિયન બજારોમાં નરમાઈનો માહોલ
સોમવારે યુએસ બજારમાં નરમાઈ પાછળ એશિયન બજારો નરમ ટ્રેન્ડ દર્શાવી રહ્યાં છે. જાપાન, હોંગ કોંગ, કોરિયા અને ચીન તમામ મુખ્ય બજારો નેગેટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 62 પોઈન્ટ્સના ઘટાડે 33982ના સ્તરે બંધ આવ્યો હતો.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 24 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર સાધારણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટી 14500ના સ્તરને પાર કરી બંધ આપશે તો બજારમાં શોર્ટ ટર્મમાં મજબૂતી જોવા મળી શકે છે.
વૈશ્વિક ક્રૂડ મક્કમ
સોમવારે એક દિવસ માટે નરમ રહ્યાં બાદ ક્રૂડ ફરી મજબૂતી દર્શાવી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો પોણા ટકા મજબૂતી સાથે 65.44 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. આમ ફરી 65 ડોલર પાર કર્યું છે.
ગોલ્ડ-સિલ્વરમાં કોન્સોલિડેશન
વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડમાં કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. ગોલ્ડ ફ્યુચર્સ 2 ડોલર નરમાઈ સાથે 1778 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર ફ્યુચર્સ પણ સાધારણ નરમાઈ સાથે 26.19 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. એમસીએક્સ ખાતે સોનુ રૂ. 48 હજાર પર ટકવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે. જ્યારે ચાંદી રૂ. 69000થી પરત ફરે છે. જોકે બંનેમાં વધ-ઘટે સુધારાની શક્યતા જોવામાં આવી રહી છે.
મહત્વની હેડલાઈન્સ
- આરબીઆઈના મતે વાઈરસ કેસિસમાં વૃદ્ધિ સપ્લાયમાં અવરોધ ઊભી કરી ઈન્ફ્લેશનને વધારી શકે છે.
- પીઈ ફંડ બ્લેકસ્ટોન 2.8 અબજ ડોલરમાં એમ્ફેસિસનો અંકુશ ઈચ્છી રહી છે.
- ભારતમાં કોવિડ કેસિસમાં વૃદ્ધિ પાછળ ઈમર્જિંગ માર્કેટ્સ ઈટીએફ્સમાં ફ્લો ધીમો પડ્યો.
- સોમવારે વૈશ્વિક ફંડ્સે રૂ. 1110 કરોડની વેચવાલી નોંધાવી હતી. જ્યારે સ્થાનિક ફંડ્સે રૂ. 1020 કરોડની ખરીદી કરી હતી.
- એસબીઆઈ કાર્ડ્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 175 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો.
- એચડીએફસી લાઈફે ચોથા ક્વાર્ટરમાં રૂ. 318 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 312 કરોડ હતો.
- જીઈ શીપીંગે જણાવ્યું છે કે એચડીએફસી મ્યુ. ફંડ્સ કંપનીમાં 7.23 ટકાનો મોટો હિસ્સો ધરાવે છે.
- કેસ્ટ્રોલ ઈન્ડિયાએ ચોથા ક્વાર્ટરમાં રૂ. 244 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. જે અગાઉના વર્ષે સમાનગાળામાં રૂ. 188 કરોડ હતો.