Mid Day Market 28 Dec 2020

Mid Day Market 28 Dec 2020

મીડ-ડે માર્કેટ

નિફ્ટી 13800 પર નવી ટોચે

બેન્ચમાર્ક નિફ્ટી સોમવારે ઉઘડતાં સપ્તાહે 13800ની સપાટી પર ગેપ-અપ ખૂલીને ટકેલો રહ્યો છે. તે 13870ની ટોચ બનાવી 111 પોઈન્ટ્સના સુધારે 13860 પર ટ્રેડ થઈ રહ્યો છે. બજાર માટે 14000નું સ્તર નવો ટાર્ગેટ છે. બીએસઈ સેન્સેક્સ પણ 360 પોઈન્ટ્સ મજબૂતી સાથે 47,400 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

બેકિંગ, રિઅલ્ટી, મેટલમાં ઉછાળો

માર્કેટને બેંક નિફ્ટીનો સપોર્ટ મળ્યો છે. બેંક ઈન્ડેક્સ 1.5 ટકા અથવા 454 પર મજબૂત ટ્રેડ થઈ રહ્યો છે. પીએસયૂ બેંક ઈન્ડેક્સ 2.53 ટકા ઉછળ્યો છે. મેટલ ઈન્ડેક્સમાં 2.15 ટકાની મજબૂતી જોવા મળે છે. જ્યારે નિફ્ટી રિઅલ્ટી 3 ટકાનો સુધારો દર્શાવે છે. જોકે ફાર્મા અને એફએમસીજીમાં નરમાઈ જોવા મળી રહી છે.

સ્મોલ અને મીડ-કેપ્સમાં પણ મજબૂતી

નિપ્ટી સ્મોલ-કેપ્સ 1.9 ટકા ઉછળ્યો છે. જ્યારે નિફ્ટી મીડ-કેપ 1.3 ટકા મજબૂતી દર્શાવી રહ્યો છે. બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ પણ ખૂબ મજબૂતી દર્શાવે છે. જેમાં 3110 ટ્રેડડ કાઉન્ટર્સમાંથી 1948 પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 971 નેગેટિવ ટ્રેડ સૂચવે છે.

સેન્સેક્સ ત્રણ કાઉન્ટર્સ જ નરમ

સેન્સેક્સમાં 30માંથી 3 કાઉન્ટર્સ નરમાઈ દર્શાવે છે. જેમાં સન ફાર્મા, હિંદુસ્તાન યુનિલીવર અને એમએન્ડએમનો સમાવેશ થાય છે. જ્યારે એસબીઆઈ, ટાઈટન, લાર્સન, એચડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએલ, કોટક બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક જેવા કાઉન્ટર્સ એક ટકાથી વધુની વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે.

સિલ્વર 2 ટકા ઉછળી, સોનું પણ પોઝીટીવ

ચાંદીમાં નવા સપ્તાહે ખરીદી જોવા મળી છે. એમસીએક્સ માર્ચ વાયદો 2.28 ટકા અથવા રૂ. 1448ના ઉછાળે રૂ. 69000 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ગોલ્ડ ફેબ્રુઆરી વાયદો 0.43 ટકાના સુધારે રૂ. 50275 પર ટ્રેડ થઈ રહ્યો છે. બેઝ મેટલ્સમાં પણ લેડ, ઝીંક, કોપરમાં મજબૂતી જોવા મળે છે. જ્યારે ક્રૂડ ઓઈલ 0.65 ટકાના સુધારે રૂ. 3577 પર ટ્રેડ થઈ રહ્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage