મીડ-ડે માર્કેટ
નિફ્ટીમાં બે બાજુની વધ-ઘટ
સપ્તાહના તેમજ બજેટ પૂર્વેના અંતિમ દિવસે શેરબજારમાં બે બાજુની વધ-ઘટ જોવા મળી રહી છે. બેન્ચમાર્ક્સ પોઝીટીવ અને નેગેટિવ ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જોકે નિફ્ટી 14000ના સ્તરનું સ્તર દર્શાવી શક્યો નથી. તેણે ઊપરમાં 13967 અને નીચામાં 13728નું સ્તર દર્શાવ્યું છે. જ્યારે સાધારણ સુધારે 13820 પર ટ્રેડ થઈ રહ્યો છે.
ઈન્ડિયા વીક્સે 25ની સપાટી કૂદાવી
સ્થાનિક બજારમાં વોલેટિલિટીનો ઈન્ડેક્સ ઈન્ડિયા વીક્સ 3.33 ટકાના સુધારે 25.10ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે તેનું છેલ્લા ઘણા સપ્તાહોની ટોચ છે. માર્ચમાં તે 83ના ટોચના સ્તરે પહોંચ્યો હતો. જ્યાંથી ઘટીને 20ની નીચે ઉતરી ગયો હતો. જોકે છેલ્લા કેટલાક દિવસોથી તે ફરીથી વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે આગામી કેટલાક દિવસો ખૂબ જ વોલેટાઈલ જોવા મળશે.
બેંક નિફ્ટીમાં 2 ટકા મજબૂતી
બેંકિંગ શેર્સમાં ખરીદી પાછળ બેંક નિફ્ટી 2 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. ખાસ કરીને પીએસયૂ બેંક શેર્સમાં બજેટ પૂર્વે સારો સુધારો જોવા મળી રહ્યો છે. એસબીઆઈ પોણા બે ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. જોકે બીજી બાજુ બેંક ઓફ બરોડા, પીએનબી, કેનેરા બેંક સહિતના કાઉન્ટર્સ તીવ્ર ઉછાળો દર્શાવી રહ્યાં છે. બજેટમાં બેડ બેંકના પ્રસ્તાવની શક્યતા પાછળ આ બેંક શેર્સમાં ખરીદી જોવા મળી રહી હોવાની શક્યતા છે. ખાનગી બેંકિંગ ક્ષેત્રે આઈસીઆઈસીઆઈ બેંક પણ 2.5 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહી છે.
શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈ.નો શેર 18 ટકા ઉછળ્યો
કંપનીએ ત્રીજા ક્વાર્ટર માટે અપેક્ષાથી સારા પરિણામો રજૂ કરતાં કંપનીનો શેર 20 ટકાની અપર સર્કિટ સુધી જોવા મળ્યો હતો. રૂ. 1111ના અગાઉના બંધ ભાવ સામે તે રૂ. 1319ના સ્તરે ટ્રેડ થયો હતો અને રૂ. 1300 પર ટ્રેડ દર્શાવી રહ્યો છે.
ટીવીએસ મોટરનો શેર 9 ટકા ઉછળ્યો
દેશમાં ત્રીજા નંબરની ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીનો શેર પણ ડિસેમ્બર ક્વાર્ટરના સારા પરિણામો પાછળ 10 ટકાથી વધુનો ઉછાળો દર્શાવી રહ્યો છે. કંપનીનો શેર રૂ. 589ની 52-સપ્તાહની ટોચ પર જોવા મળ્યો છે.
કોલગેટ, એલઆઈસી હાઉસિંગ ફાઈ. અને સન ફાર્મામાં મજબૂતી
એફએમસીજી કાઉન્ટર કોલગેટ 3 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યો છે. શેર રૂ. 1600ના સ્તરને કૂદાવી ગયો છે. જ્યારે એલઆઈસી હાઉસિંગ 2.7 ટકા સુધારો સૂચવે છે. સન ફાર્માનો શેર 4 ટકાની મજબૂતી દર્શાવી રહ્યો છે.
|