મીડ-ડે માર્કેટ
ભારતીય બજાર ખૂલતાં ભાવેથી નોંધપાત્ર સુધારો દર્શાવી નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યું છે. નિફ્ટીએ નીચામાં 11609નું સ્તર જ્યારે ઉપર 11744નું સ્તર દર્શાવ્યું હતું. એટલેકે ગઈકાલના 11730ના બંધથી ઉપરની સપાટી દર્શાવી હતી. જોકે બ્રોડ માર્કેટમાં નરમાઈ જોવા મળી રહી છે. બીએસઈ ખાતે 1450 શેર્સ નેગેટિવ ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે 900 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે.
સેન્સેક્સમાં 30માંથી માત્ર 9 સ્ટોક્સ પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યાં છે. જેમાં એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને કોટક બેંક અગ્રણી છે.
પ્રતિકૂળ પરિણામ પાછળ લાર્સન 5 ટકાથી વધુ ઘટાડો દર્શાવે છે. જ્યારે ઓએનજીસી, ટાઈટન, એક્સિસ બેંક, એચડીએફસી બેંકમાં 1-3 ટકાનો ઘટાડો જોવા મળે છે.
પોઝીટીવ કાઉન્ટર્સ
કેટલાક બીજી હરોળના પોઝીટીવ કાઉન્ટર્સમાં પિડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ, મૂથૂત ફાઈનાન્સ, ઈન્ટરગ્લોબ એવિએશન, બર્ગર પેઈન્ટ્સ, એશિયન પેઈન્ટ્સ, એચપીસીએલ, અદાણી એન્ટરપ્રાઈસ, ઈન્ફોએજનો સમાવેશ થાય છે.
નેગેટીવ કાઉન્ટર્સ
જ્યારે 5 ટકાથી વધુના ઘટાડા સાથે પિરામલ એન્ટરપ્રાઈઝ સૌથી વધુ ઘટાડો દર્શાવે છે. એ સિવાય એલએન્ડટી ફાઈનાન્સ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ, એલઆઈસી હાઉસિંગ, ભેલ, ડીએલએફ, ટાટા મોટર્સ, ફેડરલ બેંક વગેરેમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળે છે.
યુરોપ બજારો પર મદાર
યુરોપ બજારો અંતિમ ત્રણ ટ્રેડિંગ સત્રોમાં 8-9 ટકા જેટલા તૂટ્યાં છે. જો તેઓ પોઝીટીવ ટ્રેડ દર્શાવશે તો ભારતીય બજારમાં બંધ થતાં અગાઉ બાઉન્સ સંભવ છે. ડાઉ ફ્યુચર્સ 171 પોઈન્ટ્સ મજબૂતી દર્શાવી રહ્યો છે. આમ યુએસ બજાર સ્થિર જણાય છે.